દલાઈ લામા:બોધ ગયાસ્થિત કાલચક્ર મેદાન ખાતે ગુરુવારે યોજાયેલા એક સમારોહ દરમિયાન તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ પ્રવચન આપ્યું હતું. (એજન્સી)
બોધ ગયા: દલાઈ લામાની હાજરી સાથે જીવંત બન્યું હતું જેમણે બિહારના નાના પરંતુ વિશ્ર્વ વિખ્યાત તીર્થયાત્રી નગરમાં તેમના પ્રવચનો શરૂ કર્યાં હતાં. આ વાર્ષિક પ્રસંગ છે જે કોરોનાને કારણે છેલ્લા કેટલાંક વર્ષોથી સ્થગિત કરવામાં આવ્યો હતો.
કાલચક્ર મેદાન જ્યાં આધ્યાત્મિક નેતા આગામી કેટલાક દિવસો સુધી તેમના પ્રવચનો આપશે ત્યાર બાદ નવા વર્ષના દિવસે લાંબું આયુષ્ય અર્પણ સમારોહ યોજાશે જેમાં લામાઓ દલાઈ લામાના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરશે. અત્રે કોરોનાવાઈરસ ફરી ફેલાશે એવો ભય રાખ્યા વગર મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જેઓ ૨૨ ડિસેમ્બરે અહીં આવ્યા ત્યારથી તિબેટીયન મઠમાં રહ્યા છે તેઓ બેટરીથી ચાલતા વાહનમાં સ્થળ પર પહોંચ્યા ત્યારે પ્રેક્ષકો ઉત્સુક ધ્યાનમાં બેઠા હતા.
આ પ્રસંગે દલાઈ લામાએ જણાવ્યું હતું કે જો તમે આસ્તિક છો તો તમારે બીજાઓ વિશે વિચારવાની જરૂર છે. જો તમે ફક્ત તમારા વિશે જ વિચારો છો તો એ તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. હંમેશાં જરૂરિયાતમંદ લોકો માટે કામ કરો. આપણે જન્મજાત મનુષ્ય છીએ અને હું જ્યાં પણ હોઈશ ત્યાં માનવતા માટે કામ કરતો રહીશ.
કાલચક્ર મેદાન થોડાં વર્ષો પહેલાં વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું જે બંગલાદેશસ્થિત સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેણે મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર અત્યાચારનો બદલો લેવા માટે અહીંના મંડળને નિશાન બનાવીને કર્યું હતું.
દરમિયાન, બિહારના બોધગયામાં ગુરુવારે સવારે દલાઈ લામાની મુલાકાત દરમિયાન પોલીસ એક ચીની મહિલાને શોધી રહી હતી ત્યારે સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું.
પોલીસે મહિલાનો સ્કેચ જારી કર્યો હતો, જેની ઓળખ સોંગ ઝિયાઓલાન તરીકે થઈ હતી. આ ઉપરાંત, તેના પાસપોર્ટ અને વિઝાની વિગતો પ્રેસને આપી હતી. જો કે પોલીસ મહિલાને શા માટે શોધી રહી હતી તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું. મહાબોધિ મંદિર પરિસરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓની તપાસ સઘન બનાવવામાં આવી હતી. દલાઈ લામાએ સવારે અહીં એક સભાને સંબોધિત કરી હતી. (પીટીઆઇ)