હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે શિયાળામાં પલાળેલી બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે. પલાળેલી બદામમાંથી શરીર ઝડપથી પોષણને શોષી લે છે. પલાળેલી બદામ પણ પચવામાં સરળ છે. તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગોને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. આ સાથે હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જો તમે પલાળેલી બદામ ખાવાથી કંટાળી ગયા હોવ અથવા તમે તેને કોઈ દિવસ પલાળી રાખવાનું ભૂલી ગયા હોવ તો તમે તેને શેકીને ખાઈ શકો છો. કાચી બદામની સરખામણીમાં શેકેલી બદામમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તમે સવાર કે સાંજના નાસ્તા તરીકે શેકેલી બદામ ખાઈ શકો છો.
શિયાળામાં દૂધ અને બદામનું સેવન શરીર માટે ઘણું સારું છે. જો તમે ઈચ્છો તો બદામને દૂધની સાથે ખાઈ શકો છો અથવા બદામનો પાવડર બનાવીને દૂધમાં મિક્સ કરી શકો છો. આ બદામનું દૂધ રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. તેનાથી તમને ઠંડીમાં અંદરથી હૂંફ મળશે. આ સાથે તે તમને દિવસભર તાજગી મહેસુસ કરાવશે.
દૂધમાં પલાળેલી બદામમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. બદામ ખાવાથી શરીરને કેલ્શિયમ પણ મળે છે. જે વૃદ્ધત્વને નિયંત્રિત કરે છે. અને તમને યંગ દેખાવમાં મદદ કરે છે. બદામ લોહીમાં આલ્ફા ટોકોફેરોલની માત્રામાં વધારો કરે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પલાળેલી બદામ સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ
ઘટાડે છે.
બદામને ખીર અથવા હલવામાં નાખીને પણ ખાઈ શકાય છે. બદામનો હલવો તમારા પાચનતંત્રને સુધારશે સાથે સાથે તમારા મગજના સ્વાસ્થ્ય અને ત્વચાનું પણ ધ્યાન રાખે છે. બદામ દ્વારા મેટાબોલિઝમ ઝડપી થાય છે. તેથી તે
તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
શિયાળાની ઋતુમાં આપણા ઘરમાં લાડુ બનાવવા માટે અનેક પ્રકારના લોટ, ગોળ, તલનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ લાડુ ઠંડા વાતાવરણમાં શરીરને અંદરથી ગરમ રાખે છે અને શક્તિ પણ આપે છે. પરંતુ, જો તમે તેમાં બદામનો પાવડર નાખો છો. તો તે લાડુના પોષક મૂલ્યમાં વધારો કરશે. આનાથી તમને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર મળશે. જે તમારા શરીરને આખું વર્ષ ફિટ રાખશે.