Homeઆપણું ગુજરાતપાટીદાર અનામત આંદોલનના યુવા નેતા અલ્પેશ કથીરિયા આખરે આપમાં જોડાયા

પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા અલ્પેશ કથીરિયા આખરે આપમાં જોડાયા

(તસવીર: વિપુલ હિરાણી ભાવનગર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં જાહેર થવાની છે ત્યારે તમામ પક્ષો એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માન ભાવનગરની મુલાકાતે આવ્યાં હતા. દરમિયાન ગારિયાધારમાં આયોજિત સભામાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી વિધિવત્ રીતે આપમાં જોડાયા હતા. ગારિયાધારની જનસભામાં અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ કેજરીવાલના હાથે ખેસ પહેર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ખેસ પહેરાવીને તેમનો આપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ ગારિયાધાર નગરપાલિકાના વિપક્ષ નેતા અને સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ દરમિયાન સભામાં સંબોધન કરતા અલ્પેશ કથીરિયાએ વંદે માતરમ, જય જવાન જય કિશનના નારા સાથે સાથે જ તેમણે સ્ટેજ પરથી પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જેટલો સંઘર્ષ મોટો એટલી જીત શાનદાર. સુરત અને સૌરાષ્ટ્રની તાસીર છે. એવું કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં જે કાંઈ થાય તે સુરતમાં થાય. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું અમે નક્કી કર્યું હતું. બે રાજદ્રોહ સહિત ૨૨ કેસો અમને મળ્યા છે. ૨૦૧૫ થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. સાત વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે. હવે તમારા હાથમાં દશા અને દિશા નક્કી કરવાનો સમય છે.

RELATED ARTICLES

Most Popular