રેલવે વાળા વારંવાર જાહેરાત કરતા હોય છે કે ચાલુ ટ્રેનમાં નહીં ચઢો, એનાથી જીવનું જોખમ છે, પણ આવી જીહેરાતો બહેરા કાને જ અથડાય છે અને લોકો ચાલુ ટ્રેને ચઢવાનું સાહસ કરતા રોકાતા નથી અને એમાં જ ક્યારેક કોઇ અભાગી વ્યક્તિ કાળનો કોળિયો પણ બની જાય છે. આવી જ એક ઘટના હાલમાં બોરિવલી રેલવે સ્ટેશન પર બની હતી. બોરિવલી સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી રહી ત્યારે એક મહિલા ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે અને એ સમયે ટ્રેન ચાલુ થઇ જાય છે અને મહિલા અંદર ચઢી જવાની લ્હાયમાં સંતુલન ગુમાવતા પડી જાય છે. એ સમયે રેલવે સ્ટેશન પર ઊભેલા આરપીએફની સમયસૂચકતાને કારણે મહિલા બાલ બાલ બચી જાય છે. આરપીએફ મહિલા તરફ દોટ મૂકે છે અને અને મહિલાને પ્લેટફોર્મ પર ખેંચી લે છે. એ સમયે રેલવે સ્ટેશન પર એક શ્વાન પણ જોવા મળે છે, જે આરામથી ઉંઘી રહ્યો છે, પણ મહિલાને બચાવવા માટે હો..હા.. થતા એની ઉંઘમાં ખલેલ પડે છે અને એ જાગી જાય છે. પળવારમાં એને સમજાઇ જાય છે કે કંઇક ગરબડ છે અને જાણે કે એને પણ આખો મામલો શું છે એમ સમજાઇ ગયું હોય એમ એ પણ મહિલાને બચાવવા તેની તરફ ભાગે છે, પણ ત્યાં સુધીમાં આરપીએફે મહિલાને સુરક્ષિત બહાર ખેંચી લીધી હોય છે. આ વીડિયો જાહેર થયા બાદ લોકો આરપીએફની સાથે સાથે શ્વાનની પણ પ્રશંસા કરી રહ્યા છે. તમે પણ આ વીડિયો જુઓ..
આરપીએફની સાથે શ્વાને પણ મહિલાને બચાવવા દોટ મૂકી
RELATED ARTICLES