Homeટોપ ન્યૂઝરાહુલ સાથે ગાંધી પરિવારમાંથી બીજા કોણ ગુમાવી ચૂકયા છે સભ્યપદ

રાહુલ સાથે ગાંધી પરિવારમાંથી બીજા કોણ ગુમાવી ચૂકયા છે સભ્યપદ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ કેસમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં સેશન્સ કોર્ટે બે વર્ષની જેલ પછી સાંસદસભ્ય પદ ગુમાવવાની નોબત આવી છે. આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યારે અગાઉ પરિવારમાંથી માતા અને દાદીમાએ પણ સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. આઝાદ ભારતમાં પણ સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર બન્યું હતું, જેમાં અન્ય જાણીતા સાંસદોએ પણ પોતાનું સભ્યપદ ગુમાવ્યું હતું. જોકે, રાહુલ ગાંધીની ટિપ્પણી મુદ્દે સાંસદપદ રદ કરવામાં આવ્યું છે ત્યારે ફરી સવાલ પણ ઊભો થયો છે કે વાયનાડમાં વર્ષ માટે ફરી પેટાચૂંટણી યોજવામાં આવશે? એનો જવાબ પણ આગામી દિવસોમાં જાણવા મળશે, પરંતુ આવું ગાંધી પરિવારમાં પહેલી વખત બન્યું નથી એ ઈતિહાસને પણ જાણી લઈએ. ભારત દેશ આઝાદ થયો અને દેશમાં સંવિધાનની રચના થઈ. સંસદના ગઠન બાદ કોંગ્રેસના નેતા એચજી મુદ્દલ એવા પહેલાં સભ્ય હતા જેમની સંસદીય સદસ્યતા રદ્દ કરાઈ હતી. મુદ્દલ પર સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. દેશના તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ અંગે તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીએ મુદ્દલને દોષી ઠેરવ્યા. સદસ્યતા રદ્દ કરવા માટે સંસદમાં પ્રસ્તાવ મુકાય તે પહેલાં જ મુદ્દલે રાજીનામું ધરી દીધું હતું.
આજે ભલે લોકસભાનું સભ્યપદ રદ થયા પછી રાહુલના પક્ષમાં કોઈ માહોલ બનતો હોવાનું જોવા મળતું નથી, પરંતુ એક જમાનામાં રાહુલનાં દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનું સભ્યપદ રદ્ કરવાનો મુદ્દો પણ સંજીવની બની ગયો હતો. ઈમર્જન્સી પછી જ્યારે ચૂંટણી યોજવામાં આવી ત્યારે ઈન્દિરા ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ 1977-78નો તબક્કો જોદરાક નાટકીય રહ્યો હતો. 1978માં ઈન્દિરા ગાંધીને કર્ણાટકના ચિકમંગલુરથી પેટાચૂંટણીમાં જીતીને લોકસભા પહોંચ્યા હતા. અઢાર નવેમ્બરના તેમની સામે મોરારજી દેસાઈએ સરકારી અધિકારીઓનું અપમાન અને પદનો દુરુપયોગ કરવાના કિસ્સામાં ખૂદ તત્કાલીન પીએમ મોરારજી દેસાઈએ પ્રસ્તાવ રજૂ કર્યો. પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને સાત દિવસની લાંબી ચર્ચા પછી ઈન્દિરા ગાંધી સામે વિશેષાધિકાર સમિતિ બની હતી, જેમાં ઈન્દિરા ગાંધી સામે પદનો દુરુપયોગ કરવાના સહિત અન્ય આરોપમાં એક મહિનામાં રિપોર્ટ સોંપવાનું નક્કી થયું હતું. સમિતિએ ઈન્દિરા ગાંધી સામેના આરોપને સત્ય ગણાવ્યા અને તેમને વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું અને ગૃહનું અપમાન કરવાના કિસ્સામાં સંસદમાંથી કાઢવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવ્યા પછી તેમને તિહાર જેલમાં મોકલ્યા હતા. જોકે, જનતા સરકાર ત્રણ વર્ષમાં પતન પછી ફરી ઈન્દિરા ગાંધી 1980માં જોરદાર સમર્થનથી ફરી વડા પ્રધાન બન્યા હતા. 1976માં સુબ્રમણ્યમ સ્વામી, 2006માં સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા અને કોંગ્રેસની રાષ્ટ્રીય સલાહકાર સમિતિનાં પ્રમુખ પણ હતા, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં દોષી ગણાવાયા હતા. ત્યારબાદ તેમને લોકસભાનું સંસદપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને ફરી રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -