Homeફિલ્મી ફંડાવાહ, ‘પુષ્પા ધ રાઈઝ’ના અભિનેતા અલ્લુ અર્જુન કરશે આ પુણ્યનું કામ...

વાહ, ‘પુષ્પા ધ રાઈઝ’ના અભિનેતા અલ્લુ અર્જુન કરશે આ પુણ્યનું કામ…

‘પુષ્પા ધ રાઈઝ’ જાણીતી ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન મુસ્લિમ વિદ્યાર્થિનીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારીમાં પિતાની છત્રછાયા ગુમાવનારી મુસ્લિમ છોકરીના આજીવન અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ ગયા પછી તેને લોકોએ વધાવી હતી.

કહેવાય છે કે મૂળ કેરળના રહેવાસી છોકરી નર્સ બનાવ માગે છે તથા તેનો ચાર વર્ષનો અભ્યાસ કરવા માગે છે, તેથી તેના અભ્યાસનો ખર્ચ અલ્લુ અર્જુન ઉઠાવશે એવું આશ્ર્વાસન છોકરીના પરિવારને આપવામાં આવ્યું છે. કેરળના અલ્લપુજા જિલ્લાના જિલ્લા અધિકારી વી. આર. કૃષ્ણા તેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી.

પોસ્ટમાં લખ્યું હતું કે મને એક મુસ્લિમ છોકરી મળવા આવી હતી, જે આર્થિક રીતે મદદ ઈચ્છતી હતી. આ વિદ્યાર્થિનીએ બારમા ધોરણમાં ૯૨ ટકા સાથે પાસ થઈ હતી, પરંતુ ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે આગળ ભણવાનું ચાલુ રાખ્યું નહોતું અને એ જ અરસામાં તેના પિતાનું અવસાન થયું હતું.

જિલ્લાઅધિકારીએ વધુમાં લખ્યું હતું કે આગળ વધવા માટે મને છોકરીની આંખોમાં આશા અને આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો હતો, તેથી અમે નક્કી કર્યું હતું કે તેને મદદ મળવી જોઈએ. આ મુદ્દે અધિકારીઓએ અનેક કૉલેજમાં વાતચીત કરી હતી અને તેનું એડમિશન એક કૉલેજમાં કરાવ્યું હતું, પરંતુ આગળ સમસ્યા પૈસાની ઊભી થઈ હતી.

આ બાબતમાં અલ્લુ અર્જુન પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું હતું અને એના માટે અર્જુને તૈયારી દાખવી હતી. અલ્લુ અર્જુને અભ્યાસના ખર્ચ સાથે હોસ્ટેલની ફી આપવા તૈયારી બતાવીને માનવતાની મિસાલ કાયમ કરી હતી.

RELATED ARTICLES

Most Popular