(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આવતીકાલે ઘરની બહાર નીકળનારા મુંબઈગરાઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. ગયા રવિવારે રેલવે દ્વારા મુંબઈગરાને મેગા બ્લોકમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ આ રવિવારે રેલવે પ્રવાસીઓને બક્ષવાના મૂડમાં નથી. રેલવે દ્વારા મેઈન્ટેનન્સ વર્ક માટે મધ્ય અને પશ્ચિમ એમ બંને લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે.
મધ્ય રેલવે પર માટુંગા મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન માટુંગા-મુલુંડ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.
હાર્બર લાઈન પર વડાલા રોડ-માનખુર્દ પર અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ, બેલાપુર, વાશી વચ્ચે અને પનવેલ, બેલાપુર અને વાશીથી સીએસએમટી વચ્ચે ટ્રેનવ્યવહાર બંધ રહેશે. જ્યારે સીએસએમટીથી ગોરેગાંવ-બાંદ્રા વચ્ચે નિર્ધારિત સમય પ્રમાણે જ ટ્રેનો દોડાવવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન હાર્બર લાઈન પર પ્રવાસ કરવા ઈચ્છનાર પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બરલાઈન કે મેન લાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવે પર બોરીવલી-ગોરેગાંવ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. બોરીવલી-ગોરેગાંવ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 10.35થી બપોરે 3.35 કલાક સુધી પાંચ કલાકનો બ્લોક પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્રણેય લાઈન પર બ્લોકને કારણે ટ્રેનવ્યવહાર 10થી 15 મિનીટ મોડો પડશે, એવી શક્યતા રેલવે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આવતી કાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલાં વિચારજો…
RELATED ARTICLES