બોલીવૂડના ટોચના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ જ નહીં, પરંતુ બોલીવૂડના અન્ય ડાયરેક્ટરની દીકરીઓ બોલ્ડ જ નહીં, પણ તેમનું રુપ અને ગ્લેમર પણ ટોચની અભિનેત્રીઓને ટકકર આપનારું છે અને તેમના બોલ્ડ અને બ્યુટિફુલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
સૌથી પહેલા વાત કરીએ બોલીવૂડના ડાયરેક્ટર બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરની. હજુ સુધી ખુશી કપૂરે બોલીવૂડમાં તો પર્દાપર્ણ કર્યું નથી, પરંતુ અત્યારથી સોશિયલ મીડિયામાં તેના ગ્લેરમરસ અંદાજથી છવાયેલી રહે છે. એટલે તમે જ માનશો નહીં તેમની સ્ટાઈલ પણ બોલીવૂડની અભિનેત્રીને ટક્કર આપે એટલી જોરદાર જોવા મળે છે.
એક્ટર અને ડાયરેક્ટર દીપક તિજોરીની લાડલી દીકરી સમારા તિજોરી રિયલ લાઈફમાં પણ જોરદાર ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પરની તસવીરે લોકોમાં જોરદાર જાદુ કર્યો હોવાનું કહેવાય છે.
ફિલ્મ નિર્માતા શેખર કપૂરની દીકરી કાવેરી કપૂરનું નામ પણ આ બધામાં મોખરાનું છે. કાવેરી કપૂર એક્ટિંગનો નહીં, પરંતુ ગાવાનો શોખ ધરાવે છે અને તેનું સપનું પણ સિંગર બનવાનું છે, પરંતુ તેની બ્લેક બિકીની તસવીરે રીતસર સોશિયલ મીડિયામાં ગરમાવો ફેલાવ્યો હતો.
બોલીવૂડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપની વાત કરીએ તો આલિયા ક્શ્યપે પણ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં જોરદાર સક્રિય છે. આલિયાનો બિકીની લૂક પણ ચર્ચામાં રહ્યો છે.