વિશ્ર્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં ગાબડાં

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને ડૉલર ઈન્ડેકસમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની અન્ય કેન્દ્રવર્તી બૅન્કો વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા સાથે વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવવાથી ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩થી ૫૦ સુધીના ગાબડાં પડ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન, નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૦ ઘટીને રૂ. ૧૮૫૦, રૂ. ૩૫ ઘટીને રૂ. ૧૮૦૦ અને રૂ. ૨૩ ઘટીને રૂ. ૪૬૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૫૮૦, ઝિન્ક સ્લેબના ભાવ રૂ. ૯ ઘટીને રૂ. ૨૮૭, કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને અનુક્રમે રૂ. ૬૩૫ અને રૂ. ૬૭૨, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૬૪૦ અને કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૪૫, રૂ. ૫૧૦, રૂ. ૧૫૪ અને રૂ. ૨૦૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૫ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.