કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે All IS Well?

ફિલ્મી ફંડા

Mumbai: Bollywood Actor કાર્તિક આર્યન અને Filmmaker કરણ જોહર સાથે અણબનાવ હોવાના અહેવાલો છેલ્લાં એક વર્ષથી મીડિયામાં છવાયેલા છે. હવે મુંબઈમાં એક એવોર્ડ શોમાં તાજેતરના વિડીયોમાં બંને દિલથી વાતચીત કરતા અને હસતા જોવા મળ્યા હોવાથી આ અફવાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે.
તાજેતરમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન જેમાં ઘણા મોટા બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. કાર્તિક અને કરણ કંઇક વાતચીત કરતા જોવા મળ્યા હતા અને તેમના વિશે ફેલાઈ રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું હતું.

નોંધનીય છે કે કાર્તિક આર્યન અને જાન્વી કપૂરને કરણ જોહરે દોસ્તાના 2 ફિલ્મ માટે કાસ્ટ કર્યા હતાં અને ફિલ્મનું શૂટિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું હતું, પરંતુ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ માટે રિકાસ્ટ કરવામાં આવશે. જોકે, કાર્તિક આર્યન વિશે કોઈ વધુ માહિતી સામે આવી નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.