જાણીતી સિરિયલ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબૂલ’માં તુનીષાના મોત પછી આ સિરિયલનું ઝડપથી પેક-અપ થઈ શકે એવા સમાચાર છે. આ સિરિયલમાં તુનીષા અને શીજાન મહત્ત્વના કેરેકટર હતા, તેથી લોકોને લાગે છે કે આ સિરિયલને કઈ રીતે આગળ લઈ જવામાં શંકા છે. આ સિરિયલમાં શીજાન અલીબાબા અને તુનીષા શહજાદીના રોલમાં કામકાજ કરતા હતા. હાલના તબક્કે હવે ઝડપથી કામકાજ કરવાનું મુશ્કેલ છે. હવે બાકીના શોને ઓફ એર શો કરવાનો નિર્ણય લીધો છે અને થોડા સમયના બ્રેક પછી અલીબાબાના ચેપ્ટર ટૂ સાથે પાછા ફરશે, જેમાં નવા ચહેરાઓ જોવા મલશે. નવા ચેપ્ટરમાં નવા કેરેકટરને લોન્ચ કરવામાં આવશે.
હાલના તબક્કે મોટા ભાગના લોકો પોતાની જિંદગી ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી બધુ સમુસૂથરું નથી. અલી બાબા સિરિયલમાં તુનીષા અને શીજાન મહત્ત્વના કેરેકટર હતા. તુનીષાના મોતને કારણે સિરિયલમાંથી તુનીષાની એક્ઝિટ થઈ ગઈ છે, પરંતુ તેને આત્મહત્યા કરવા ઉકસાવા માટે શીજાનની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે ત્યારે આ સિરિયલના પણ ટૂંકા ગાળા માટે બુરા હાલ થઈ શકે છે. એકાએક તુનીષાની એક્ઝિટને કારણે તેની નજીકના કલાકારોને પણ તેનો આઘાત લાગ્યો છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
તુનીષાની એક્ઝિટ પછી અલીબાબા શોનું થશે પેક-અપ?
RELATED ARTICLES