લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી આલિયા? કરણ જોહરના ચેટ શોમાં થયો ખુલાસો

ફિલ્મી ફંડા

Mumbai: ફિલ્મમેકર કરણ જોહરનો બહુચર્ચિત ચેટ શોની સાતમી સિઝન શરૂ થતાં જ રણવીર સિંહ અને આલિયા ભટ્ટના જીવનના સિક્રેટ્સ જગજાહેર થઈ રહ્યા છે. રણવીર સિંહે તેના ઈન્ટિમેટ સિક્રેટ્સ જાહેર કર્યા બાદ આલિયાએ પણ રણબીર કપૂરના પ્રપોઝલ અને લગ્નની પ્લાનિંગ સંબંધિત વાતો શેર કરી હતી.

નોંધનીય છે કે આલિયાએ 27 જૂનના દિવસે તેની સોનોગ્રાફીની તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની ખુશખબરી આપીને ફેન્સને ચોંકાવી દીધા હતાં. બોલીવૂડ જગતના મોટા ભાગના કલાકારોએ તેને સોશિયલ મીડિયા પર ખોબલે ખોબલે અભિનંદન આપ્યા હતાં ત્યારે અમુક યુઝર્સે કહ્યું હતું કે પ્રેગ્નેન્ટ મહિલાની પહેલી સોનોગ્રાફી ગર્ભાવસ્થાના ત્રણ મહિના પૂરા થયા બાદ કરવામાં આવે છે.

મહત્ત્વની વાત એ છે છે કે આલિયા અને રણબીર કપૂર 14 એપ્રિલે લગ્નબંધને બંધાયા હતાં અને તેના ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે લગ્ન પહેલા જ આલિયા પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ કરણ જોહરના ચેટ શોમાં ભૂલથી થયેલી એક વાતથી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે.

કરને જણાવ્યું હતું કે, જ્યારે આલિયા ગૂડ ન્યુઝ આપવા માટે આવી ત્યારે તેમનું ‘બેડ હેર ડે’ ચાલી રહ્યો હતો એટલે કે વાળ જ સેટ થઇ રહ્યા ન હતા. જેને લઈને તે ઉદાસ હતો. પરંતુ જ્યારે આલિયાએ લગ્નની વાત કરી ત્યારે ખુશીથી રડી પડ્યો હતો. આલિયાએ આ સમગ્ર વાત કરતા કહ્યું હતું કે, ‘કરને બેઝબોલની મોટી ટોપી પહેરી હતી અને તેની બ્લેક સ્વેટ શર્ટ પહેરી ઓફિસમાં એક મોટી ખુરશી પર બેઠો હતો. મેં બધી વાત કહીને છેલ્લે કહ્યું કે, કરન હું લગ્ન કરવા જઈ રહી છું.’

બીજી તરફ આ વાત કરતા જ ફેન્સને તરત જ યાદ આવી ગયું હતું કે, કરને થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં આલિયાની પ્રેગ્નન્સી પર રિએક્શન આપતા બિલકુલ ‘બેડ હેર ડે’ વાળી જ વાત કરી હતી. તો આ વાત પછી ફેન્સને લાગી રહ્યું છે કે, આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ હતી તે વાત કરન જોહરે ભૂલથી કન્ફ્રર્મ કરી દીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.