બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ શનિવારે મોડી રાત્રે હોલીવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ કરીને મુંબઈ પાછી ફરી હતી. લંડનમાં તે અપકમિંગ હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું શૂટિંગ કરતી હતી. આ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એરપોર્ટ પર રણબીરે આલિયાને સરપ્રાઇઝ આપી હતી. કારમાં પતિને જોતાં જ આલિયા ભટ્ટ ભેટી પડી હતી અને બેબી કહીને બૂમ પાડી હતી. આ રોમાન્ટિક પળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
