આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરેથી ગુડ ન્યૂઝ આવ્યા છે. એક્ટર દંપતી માતા-પિતા બની ગયું છે. આલિયાએ બાળકીને જન્મ આપ્યો છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને સ્ટોરી શેર કરીને જાણકારી આપી છે. આલિયાએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું- ‘અમારે ત્યાં બાળકીનો જન્મ થયો છે અને તે એ એક મેજિકલ ગર્લ છે. અમે વ્હાલથી ભરાઈ ગયા છીએ. અમે પેરેન્ટિંગ કરવા માટે ઉત્સાહિત છીએ. આલિયા અને રણબીર તરફથી ખુબ પ્રેમ.’
View this post on Instagram
આલિયાને મુંબઈના એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટે 12.05 મિનિટે પુત્રીને જન્મ આપ્યો હતો. રણબીર કપૂર, સોની રાઝદાન અને નીતુ કપૂર તમામ હોસ્પિટલમાં છે. દરેક લોકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. નીતુ કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું – આશીર્વાદ.
આલિયા ભટ્ટનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ચાહકો સતત પોસ્ટ કરી રહ્યા છે. આલિયા અને રણબીરને દીકરીના જન્મ બદલ અભિનંદન.
આલિયા અને રણબીરે આ વર્ષે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ લગ્ન એક ખાનગી સમારંભમાં કરવામાં આવ્યા હતા, તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર હતા. લગ્નના થોડા મહિના બાદ આલિયાએ પ્રેગ્નન્સીના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. હવે આ કપલ માતા-પિતા બની ગયું છે.