બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની નાની પરીનું નામ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પોતાની દીકરનું નામ રાહા કપૂર રાખ્યું છે. આલિયાએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દીકરીનું નામ દાદી નીતૂ કપૂરે પાડ્યું છે. આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો અને તેના નામ જાણવા ચાહકો આતુર હતાં.