મોટર મેનની સતર્કતાને કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો

દેશ વિદેશ

ભારતીય રેલ્વેમાં મોટરમેન દેશની સેવાની સાથે જનતાની પણ સેવા કરી રહ્યા છે. સાવધાની સાથે કામ કરીને મોટરમેન લોકોના જીવ બચાવીને રાષ્ટ્રની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં મોટરમેને આત્મહત્યા માટે ટ્રેક પર કૂદી ગયેલા વ્યક્તિની જાન બચાવી હતી.
આ ઘટના 19 ઑગસ્ટના રોજ સેન્ટ્રલ રેલવેના ચિંચપોકલી રેલવે સ્ટેશન પર બની હતી. ચિચપોકલી સ્ટેશન પર ટ્રેન નં. A- 59 માં પ્રવેશ કરી રહી હતી. એ વખતે એક યુવાન છોકરો આત્મહત્યા કરવા માટે ટ્રેકની વચ્ચે કૂદી ગયો અને ગાડીની આગળ ઊભો રહી ગયો હતો. લોકલ ટ્રેન પ્લેટફોર્મ પર 35 કિમી પ્રતિ કલાકની ધીમી ઝડપે એન્ટ્રી કરી રહી હોવાથી જલદીથી કાબૂમાં આવી ગઇ હતી અને છોકરા પાસે આવીને ઊભી રહી ગઇ હતી. તેમ છતાં છોકરો ત્યાંથી ખસ્યો નહોતો. હોર્ન વગાડવા છતાં તે ખસ્યો નહોતો. પ્લેટફોર્મ પર જમા થયેલા લોકોના કહેવાથી પણ તે હટ્યો નહોતો.
તે સમયે પ્લેટફોર્મ પર હાજર ફરજ પરના આરપીએફે તેને ટ્રેક પરથી હટાવ્યો હતો અને ટ્રેન આગળ વધી હતી. આ રીતે મધ્ય રેલવેના મોટરમેને ફરી એક વ્યક્તિનો જીવ બચાવી દેશસેવાનું અમૂલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.