ગુજરાતમાં પોલીસ કર્મીઓની દારૂ પાર્ટી: વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI, કોન્સ્ટેબલ સહિત કુલ 20 લોકો ઝડપાયા

આપણું ગુજરાત

Valsad: બોટાદ-અમદાવાદ જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડને કારણે ગુજરાત સરકાર અને પોલીસની ચારેતરફથી ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ઔદ્યોગિક વિસ્તારમાં એક બંગલોમાં ચાલી રહેલી દારૂ પાર્ટી પર જિલ્લા પોલીસવડાએ દરોડા પાડ્યા હતા. દરોડામાં એક PSI , 3 કોસ્ટેબલ સહિત 20 શખ્સો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા.
વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે વલસાડના અતુલ ઔદ્યોગિક વિસ્તારમાં ખાતે આવેલા એક બંગલોમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીને આધારે SP ડો. રાજદીપસિંહ ઝાલાએ LCBના જવાનોને સાથે રાખી રેડ કરી હતી. નાનાપોઢા પોલીસ સ્ટેશનના PSI અને 3 કોસ્ટેબલ સહિત 20 ઇસમોને દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. આ ઉપરાંત પોલીસે 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે મોટી માત્રામાં મોંઘીદાટ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

રાજ્ય સરકાર અને રાજ્ય પોલીસ વડા લઠ્ઠાકાંડને ‘કેમિકલ કાંડ’ ઠેરવવા પ્રયત્નો કરી રહ્યા છે. લઠ્ઠાકાંડને લઈને ગૃહ વિભાગ દ્વારા પોલીસને રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ખુદ પોલીસ જવાનો જ દારૂ પાર્ટી કરતા ઝડપાઈ જતા પોલીસ તંત્રની બદનામી થઇ છે.

2 thoughts on “ગુજરાતમાં પોલીસ કર્મીઓની દારૂ પાર્ટી: વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI, કોન્સ્ટેબલ સહિત કુલ 20 લોકો ઝડપાયા

  1. PSI and Constables are also human beings and they need to drink( ha.. Ha,,). Prohibition is source of extra income for them and also for home ministry. There is no way alcohol consumption in Gujarat can go away.
    Some of politicians, celebrities, govt. officers, police dept., doctors, surgeons, youths, educators, poor, rich, educated, illiterates ,women, factory workers and farm laborers drink. No government since independence could eradicate it. They have no courage and have vested interest in prohibition.

    1. Right on! Bite the bullet and scrap prohibition if you assert that it isn’t so. It will address many a scourge. There used to be prohibition in Mumbai. When it was scrapped hooch-related deaths virtually disappeared, as also the various illegal activities associated with prohibition.

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.