અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
હમણાંનું કોઈ પણ ન્યૂઝથી અપ-ટુ-ડેટ રહેનાર સાથે જ્યારે વાત થાય છે ત્યારે ત્ો યુરોપમાં ચાલી રહેલાં લફડાંઓનો અફસોસ વ્યક્ત કરવાથી જ વાત ચાલુ કરે છે. બીજી તરફ યુરોપમાં બધાંય ફરવાનું જરાય બાકી નથી રાખતાં. ગયા વર્ષે અત્યંત અલગ સ્તર પર રિવેન્ડ ટૂરિઝમ થયું છે. એવામાં અમે પણ જ્યારે રજા મળી, ક્યાંક નીકળી પડવાનું જરાય ચૂક્યાં ન હતાં. એવામાં મારા કોલિગ ફ્રાન્ક પાસ્ોથી ત્ોના હોમટાઉન તિરાના જવાનું સ્ાૂચન મળ્યું. સમરનો અંત ટેક્નિકલી તો આવી ગયો હતો, પણ ગયા વર્ષે ઉનાળો ધાર્યા કરતાં જરા વધુ લાંબો ચાલેલો, અન્ો આલ્બ્ોનિયા જવા માટે સમર જ પરફેક્ટ ટાઇમ છે. એકવાર તિરાના પહોંચ્યાં અન્ો ત્યાં રોડ ટ્રિપ ચાલુ કરી પછી લાગ્યું કે જાણે અહીં તો ‘યુરોપ-ઇન-એ-નટશેલ’ જેવો અનુભવ શક્ય છે. આલ્બ્ોનિયામાં દરિયો, રિવિયેરા, ઓટોમાન આર્કિટેક્ચર, રિવર કેનયન્સ અન્ો રાટિંગ, આલ્બ્ોનિયન આલ્પ્સ, જંગલોમાં હાઇકિંગ, ન્ોશનલ પાર્ક્સમાં રેન્જર સાથે કુદરતની દરેક પ્રકારની ટરેઇન જોવા મળી જાય છે. વળી આ તરફ વારંવાર આવવાનું કદાચ ન પણ થાય, એટલે જ અહીં એક વારમાં જ શક્ય એટલું જોઈ લેવાનો પ્લાન કરવો. ફ્રેન્કફર્ટથી તિરાનાની તો સીધી લાઇટ છે. સવારે સાત વાગ્યે નીકળ્યાં અન્ો દસ વાગ્યે તો તિરાનાના ઍરપોર્ટ કાર રેન્ટલ પર ઊભાં હતાં. આટલી સરળતાથી ભાગ્યે જ ક્યાંય ફરવા મળતું હોય છે. અમારા માટે તો જાણે સમયની દૃષ્ટિએ આ ટ્રિપનું ટાઇમિંગ એકદમ પરફેક્ટ હતું. તિરાનામાં જોવાલાયક ઘણું છે, પણ અમારી આઇટનરરી મુજબ અમારે પહેલાં બ્ોરાટ ગામ જવાનું હતું. આલ્બ્ોનિયન પહાડો વચ્ચે લેન્ડ થઈન્ો ત્યાંની જ ભાષામાં બોર્ડ્સ જોઈન્ો અચાનક અલગ દુનિયામાં તો આવી જ ગયાં હતાં. તિરાનાન્ો તો જાણે અમે બાયપાસ કરીન્ો જ બ્ોરાટ તરફ નીકળી પડ્યાં. ત્ો રાતનું અમારું બુકિંગ જ બ્ોરાટમાં હતું એટલે સાંજ સુધીમાં ત્યાં પહોંચવું તો રહૃાું જ. રસ્તામાં ક્યાંક રસપ્રદ જગ્યાએ રોકાઈન્ો નાસ્તો કરતાં જવું હતું. આમ તો ત્યાં માંડ બ્ો કલાકની ડ્રાઇવ જ હતી. બ્ોરાટ ત્યાંના હિસ્ટોરિકલ મહત્ત્વ માટે જવાનું હતું અન્ો ત્યાં જવા માટે અમે મજેદાર ડ્યુરેસનો રસ્તો લીધો. ડ્યુરેસ આલ્બ્ોનિયાનું બીજા નંબરનું શહેર છે. ત્યાં પણ ફરી આવવાનું થવાનું જ હતું. અમે ત્યાં સોફિઝ કાફેમાં રોકાયાં. સ્વાદિષ્ટ કૉફી સાથે રેડ વેલ્વેટ અન્ો ચીઝ કેકની ઉજાણી થઈ. અહીં દરિયા કિનારે ઘણાં રિસોર્ટ અન્ો સ્થાનિક બિઝન્ોસથી ભરેલી બહુમાળી ઇમારતો વચ્ચે અત્યંત અરબન માહોલ હતો. તિરાના અન્ો ડ્યુરેસ વચ્ચે આલ્બ્ોનિયાની પહેલી ઇમ્પ્રેશન તો અત્યંત આધુનિક લાગી રહી હતી. દરેક દિશામાં રસ્તાઓ અન્ો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ચમકતું લાગી રહૃાું હતું. આલ્બ્ોનિયા કોમ્યુનિઝમ અન્ો બાલ્કન યુદ્ધના સમય દરમ્યાન ઘણું પિસાયું છે, પણ કુદરત અન્ો લોકોએ હાર્મનીમાં રહીન્ો છેલ્લાં થોડાં વર્ષોમાં આ ટચૂકડાં દેશન્ો અત્યંત ધ્યાનથી ફરી બનાવવામાં આવી રહૃાો છે ત્ો સ્પષ્ટ હતું. અહીં દરેક ખૂણે એક ડેવલપ્ડ કંટ્રીની ફીલ હતી. એટલું જ નહીં, અહીં ટૂરિસ્ટ ડેસ્ટિન્ોશનની પણ કોઈ કમી ન હતી. એવામાં એ પ્રશ્ર્ન થયા વિના રહે નહીં કે આલ્બ્ોનિયા દુનિયાના ટૂરિસ્ટ મેપ પર ક્યાંય દેખાતું કેમ નથી? ડ્યુરેસના રોમન એમ્ફિથિયેટર પાસ્ો ઊભાં રહીન્ો લાગતું હતું કે આલ્બ્ોનિયા ધાર્યાં કરતાં જરા વધુ આકર્ષક અન્ો રસપ્રદ સ્થળોથી ભરપ્ાૂર પુરવાર થઈ રહૃાું હતું. અહીં ગ્રીક અન્ો રોમન કોલોની તો હતી જ, ત્ોનાં અવશેષો દરેક ખૂણે દેખાય છે. સાથે અહીં ઓટોમાન એમ્પાયરે પણ પોતાની અસર છોડી છે. અહીંના કલ્ચરલ ઇન્લુઅન્સ અન્ો માહોલ પ્રમાણમાં યુરોપિયન હતાં, પણ અહીં ૬૦ ટકા જેટલી પોપ્યુલેશન ઇસ્લામિક છે. અહીંના પાડોશી ગ્રીસની માફક અહીં પણ ટર્કિશ અન્ો ઓટોમાન પ્રભાવ સ્પષ્ટ નજરે પડે છે. મોન્ટેનિગ્રો અન્ો આલ્બ્ોનિયાએ બાલ્કન પ્રદેશમાં ચાલતા સંઘર્ષના કારણે ઘણો લાંબો સમય જાણે અંધકારમાં જ કાઢ્યો છે. નજીકમાં જ સર્બિયા અન્ો બોઝનિયામાં ફરી પોલિટિકલ અન્ો સોશિયલ મુશ્કેલીઓ સળવળી રહી છે. જોકે ત્ોમાં આલ્બ્ોનિયાન્ો કોઈ ઇફેક્ટ હજી તો દેખાતી નથી. ડ્યુરેસથી બ્ોરાટના રસ્ત્ો ચઢવામાં ખરું આલ્બ્ોનિયા નજરે પડવા લાગ્યું. હાઇવેની સાઇડ્સ પ્રમાણમાં નિર્જન હતી અન્ો રસ્તામાં આવતી ઇમારતો મોટા શહેરથી દૂર આલ્બ્ોનિયાની ઇકોનોમીનું ચિત્ર બતાવતી હતી. બ્ોરાટ નજીક આવતાં જ ત્યાંનું ઓટોમાન આર્કિટેક્ચર વધુ ઊભરીન્ો આવવા લાગ્યું. રસ્તામાં ઘણાં કાફે અન્ો રેસ્ટૉરાં સ્થાનિક લેવર પ્ાૂરો પાડી રહૃાાં હતાં. પ્ોટ્રોલ સ્ટેશન પાસ્ોના એક કાફે પરથી બ્યોરેક પ્ોસ્ટ્રી લીધી. આ દિશામાં દરેક દેશમાં લેકી પ્ોસ્ટ્રી ખારા અન્ો ગળ્યા સ્વરૂપમાં અચૂક જોવા મળી જ જાય છે. અહીંથી ક્રોએશિયા અન્ો ગ્રીસ બંન્ો નજીક હતાં. ઇટાલીમાં પણ બારીથી સીધું આલ્બ્ોનિયા આવી શકાય ત્ો માટેની ફેરી મળી જાય છે. છતાંય આલ્બ્ોનિયન માહોલની પોતાની આગવી ઓળખ તો તરત જ ઊભરીન્ો આવતી હતી. અઢળક ઇન્લુઅન્સ હોવાં છતાં ત્ોન્ો ગ્રીસ જેવું કે ઇટાલી જેવું કે ક્રોએશિયા કે ટર્કી જેવું કહી શકાય ત્ોમ ન હતું. બ્ોરાટના ગોરિસા વિસ્તારમાં અમે અહીંના પારંપરિક ગ્ોસ્ટહાઉસ પર પહોંચ્યાં અન્ો આલ્બ્ોનિયાન્ો અમન્ો વધુ ન્ો વધુ સરપ્રાઇઝ કરવા દેવા માટે અમે ઓપન માઇન્ડ રાખ્યું. પહાડી બ્ોરાટ વિસ્તારમાં પણ વાતાવરણ તો મેડિટરેનિયન જ હતું. એવામાં વિનયાર્ડ અન્ો ફ્રૂટ ઓર્ચર્ડ્સ દૂર ન હતાં. અહીં સામાન પટકીન્ો બ્ોરાટની સાંજમાં સ્થાનિક માહોલમાં ડૂબી જવાનો સમય હતો.