સ્વરાજ્યની લડત દરમિયાન લોકમાનસ-લોકમિજાજનો ખ્યાલ આપતો ગીતોનો ગુલદસ્તો

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ – પરીક્ષિત જોશી

નામ- સ્વરાજ્યનાં ગીતો
લેખક- સંગ્રાહક કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા
પ્રકાશક-ગ્ાૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પ્રકાશન વર્ષ-૧૯૩૧
કુલ પાના- ૧૯૦
કિંમત-૦-૧૦-૦
આપણે હમણાં જ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી પ્ાૂર્ણ કરી. આ પુસ્તકમાં જે ગીતો છે એ સ્વરાજ્યની લડત સંદર્ભે લખાયેલાં અન્ો તત્કાલીન સમયમાં સભા-સરઘસ-રેલી દરમિયાન ગવાતાં હતા. સંગ્રાહક કલ્યાણજીભાઈ નોંધે છે એમ, આ ગીતોન્ો કુલ ૭ ખંડમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં પ્રભાતફેરી, તિરંગા ગાન, સભા, સરઘસ, રાષ્ટ્રીય રાસ, વાનરસ્ોનાનાં ગીતો અન્ો મિજલસ ગીતો. સ્વાભાવિકપણે આ દરેક ખંડ સ્પષ્ટપણે દર્શાવે છે કે ક્યા ગીતો ક્યા પ્રસંગ્ો ઉપયોગમાં લેવાતા હતા.
પ્રભાતના પહોરમાં શોભે એવાં હલકે રાગ્ો ગવાતાં ગીતોન્ો પ્રભાત ફેરીના અન્ો કૂચમાં અનુકૂળ થઈ પડે એવાં ગીતોન્ો સરઘસના ખંડમાં મૂકવામાં આવ્યા છે. જોકે, બધાં ખંડોમાં એવાં કેટલાંક ગીતો મળી આવે છે કે જેમન્ો એક ખંડમાંથી બીજા ખંડમાં મૂકી શકાય. રાષ્ટ્રગીત, સંગ્રામગીત, સ્વદેશી અન્ો બહિષ્કારનાં ગીત, મદ્યનિષેદનાં ગીત અન્ો પિકેટિંગના ગીતો શોધવામાં સુગમ પડે ત્ોટલા માટે ત્ોવા વર્ગીકરણવાળી અનુક્રમણિકા પણ જુદી આમેજ કરેલી છે. જોકે, સંગ્રાહક પોત્ો એક બાબતનો સ્વીકાર કરે છે કે ઘણી ઉતાવળે અન્ો ટાંચા સાધનોની મદદથી થયેલા આ સંગ્રહ દરમિયાન પોત્ો ઘણો લાંબો સમય જેલવાસમાં હોવાન્ો લીધે લડતના કેટલાંક મહત્ત્વના ગીતો લઈ શકાયાં નથી. એ અર્થમાં સ્વરાજ્યનાં ગીતોની આ સંપ્ાૂર્ણ સ્ાૂચિ કે સંગ્રહ નથી એ વાત એમણે ખુલ્લાં મન્ો સ્વીકારી છે.
ગાંધી મશાલો, આરતવાણી, શૂરવીર આવજો રે હો રણમાં…વગ્ોરે ગીતો તો આપણાં સારામાં સારા ગીતોની હારમાં બ્ોસ્ો એવાં છે. જોકે, ગીતો યથાતથ પ્રગટ કરવા સાથે એનો અર્થ આપવાનું શક્ય બન્યું નથી એટલે ક્યાંક ભાષા-બોલીની સમસ્યાન્ો લીધે ગીતોનો હાર્દ પકડવો જરાક મુશ્કેલ બન્યો છે. કેટલાંક પ્રચલિત ગીતોન્ો બાદ કરતાં મોટાભાગના લોકપ્રચલિત ગીતો સંગ્રહિત હોવાન્ો લીધે સંગ્રાહક આ ગીતોન્ો સ્વરાજનાં લોકગીતો કહે છે, એ કેટલેક અંશે ઉચિત પણ છે. વાનરસ્ોના નામથી જાણીતી બાળ ટુકડીનો ઉપદ્રવ આ લડત દરમિયાન જ થયેલો. એટલે એના માટે લખાયેલા ગીતો એ સ્વરાજ્યનાં ગીતોમાં એક વિશિષ્ટ ઉમેરણ બન્યું છે.
૧૯૦ પાનાના ફલક પર ફેલાયેલું આ સ્વરાજ્ય લડતમાં ઉપયોગમાં લેવાયેલા ગીતોન્ો વર્ણવતું પુસ્તક સાત ખંડમાં વહેંચાયેલું છે, પણ જાણીન્ો આશ્ર્ચર્ય થશે કે એમાં સૌથી વધુ ગીતો રાષ્ટ્રીય રાસ વિષયક છે. વિવિધ ૪૪ રાસ લખનારા કવિઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એમાં ચીમનભાઈ ભટ્ટનું મારું વતન, ભારતમૈયા, ખબરદારનું ગુણવંતી ગુજરાત, જ્યોત્સનાબહેન શુક્લના કર્મભૂમિ, ધન્ય ધરાસણાં, તીર્થભૂમિ, તાપી તટથી વાળશું પરદેશીન્ો, દેશી સાંભળો રે, જુગતરામ દવેના કાચા સ્ાૂતરના તાંતણો, પીશો મા, બાપુનો સંઘ, નાનાલાલ કવિનું વીરની વિદાય, કલ્યાણજી મહેતાનું અમે માંડ્યો જગન અન્ો મેઘાણીનું ફાંસી નહિ ફૂલમાળ મુખ્ય છે.
પ્રભાતફેરીના કુલ ૩૭ ગીતોમાં ન્હાનાલાલનું શુકનની ઘડીએ, રવીન્દ્રનાથ ટાગોરના એકલો જાન્ો રે- મહાદેવ દેસાઈએ કરેલો અનુવાદ, ઓમકારનાથનું ભીષ્મ પ્રતિજ્ઞા, ડૉ. ચંદુલાલનું રેટિંયાસ્તોત્ર, રમણલાલ સોનીનું દારુનો પ્રતાપ, નરસિંહરાવનું મંગલ મંદિર ખોલો, પ્રેમલ જ્યોતિ તારો દાખવી, નરસિંહ મહેતાનું વૈષ્ણવજન જેવા પ્રમુખ ગીતો છે. તિરંગા ગાન તરીકે કુલ ૯ ગીતોમાં ઝંડા ગીત, મેઘાણીનું ઝંડા વંદન, ત્રિભુવન વ્યાસનું નિશાન ભૂમિ ભારતનું, સ્ન્ોહરશ્મિનું ભારત ભાગ્ય વિધાયક ઝંડો ઉલ્લેખનીય છે.
સભાનાં ૨૪ ગીતોમાં બંકિમબાબુનું વંદેમાતરમ્, રવીન્દ્રનાથનું જય હો, વીર નર્મદનું જય જય ગરવી ગુજરાત, શયદાનું લઈ આવો, પ્રીતમનું હરિનો મારગ ધ્યાનાકર્ષક છે. સરઘસનાં ૩૧ ગીતોમાં દ્વિજેન્દ્રલાલ રોયનું આમાર દેશ, ખબરદારનું અમે હિંદી હિંદી, જયંતિલાલ આચાર્યનું આઝાદીની તમન્ના, મેઘાણીનું આગ્ો કદમ, ખબરદારનું ખપ્પર ભરો ભરો, રમણલાલ સોનીનું રણવાટ જેવા ગીતો મુખ્ય છે.
વાનરસ્ોનાનાં ૨૧ ગીતોમાં ગિજુભાઈના અમે ગાંધીવલ્લભના વાંદરા, હાજી હા હાજી હા, નીલ સ્ોનાના વાંદરા, જુગતરામ દવેના વાનરસ્ોના વાનરસ્ોના, ત્રણની ટોળી, રમણલાલ સોનીના રેંટિયો, ભારત ભોમ વિશાળ, ગોપાલજી પટેલનું ઘેરિયા ગીત તથા ચીમનલાલ ભટ્ટનું વાનર-ગીત ઉલ્લેખનીય છે. પ્રસાદ ગીતોના ૨૨ ગીતોમાં કાન્તનું નિમંત્રણ, મેઘાણીના છેલ્લો કટોરો, કોઈનો લાડકવાયો, માધવપ્રસાદનું અભિલાષા, બ્રહ્માનંદનું ઊઠ જાગ મુસાફિર, સ્ન્ોહરશ્મિના પ્ાૂર્ણ સ્વરાજ, યરવડા, સુંદરમ્નું કમાવા રોટલો દેન્ો, શ્રીધરાણીનું સર્જકશ્રેષ્ઠ આંગળાં તત્કાલીન સમયમાં લોકહૈયે વસ્ોલાં ગીતો છે.
સ્વરાજ્યની લડતાના બધાં જ ગીતો છો આ સંગ્રહમાં સુલભ નથી છતાં સ્વરાજયની લડતના ગીતોનો આ ગુલદસ્તો તત્કાલીન સમયમાં લોકમાનસ અન્ો લોકમિજાજનો ખ્યાલ આપવા માટે એક મહત્ત્વનું ભાથું પ્ાૂરું પાડે છે. આ ગીતોના સર્જકોન્ો વંદન, એના સંગ્રાહક્ધો અભિનંદન, સલામ સાથે આપવા રહ્યાં. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.