અફઘાનિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીનું મોત, જો બાઈડેને કહ્યું ‘હવે ન્યાય મળ્યો’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલા ડ્રોન હુમલામાં અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આ વાતની પુષ્ટિ કરી છે. રવિવારે અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) એ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અલ-ઝવાહિરીનું મોત થયું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું, “ઝવાહિરીના હાથ અમેરિકન નાગરિકોની હત્યા અને હિંસાના લોહીથી રંગાયેલા હતા. હવે લોકોને ન્યાય મળ્યો છે.”

“>

અમેરિકી સુરક્ષા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે ડ્રોનથી બે મિસાઈલ છોડવામાં આવી ત્યારે જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં હતો. ઝવાહિરીના પરિવારના સભ્યો પણ ઘરમાં હતા પરંતુ કોઈને ઈજા થઈ નથી.
અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી ઈજીપ્તનો સર્જન હતો. ત્યાર બાદ તે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાયો હતો. તેની ગણતરી વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં થતી હતી. 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ અમેરિકાના ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે પણ તેની ગણતરી કરવામાં આવતી હતી. આ આતંકવાદી ઘટનામાં લગભગ 3 હજાર લોકોના મોત થયા હતા.
અમેરિકાએ જવાહિરી પર 25 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું હતું. 2011માં પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ-કાયદાની કમાન તેના હાથમાં હતી. 31 ઓગસ્ટ, 2021ના રોજ યુએસ દળોએ દેશમાંથી પીછેહઠ કરી ત્યારથી અફઘાનિસ્તાનમાં અલ-કાયદા પર આ પહેલો યુએસ ડ્રોન હુમલો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.