અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પાકિસ્તાની ફિલ્મની કોપી? સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યુ

ફિલ્મી ફંડા

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર રિલીઝ થતા જ ખબરોમાં છવાઇ ગયુ છે. આ ફિલ્મ એક પાકિસ્તાની ફિલ્મની કોપી હોવાનો આરોપ લોકો સોશિયલ મીડિયા પર લગાવી રહ્યા છે. યૂઝર્સનું કહેવુ છે કે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પાકિસ્તાની ફિલ્મ લોડ વેડિંગની કોપી છે. પાકિસ્તાની સુપરસ્ટાર ફહદ મુસ્તફા અને મેહવિશ હયાત સ્ટારર ફિલ્મ લોડ વેડિંગની સ્ટોરી પણ અક્ષયની ફિલ્મ જેવી છે. નોંધનીય છે કે રક્ષાબંધન ફિલ્મની સ્ટોરી એક ભાઇ પર આધારિત છે, જે તેની બહેનોને ખૂબ પ્રેમ કરે છે. બહેનોના લગ્નની જવાબદારી પણ ભાઇના ખભા પર છે અને આ જ કારણે તેની લવસ્ટોરી આગળ વધી શકતી નથી અને તે લગ્ન કરી શકતો નથી.
<

>
<

>
<

>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.