Homeફિલ્મી ફંડાહવે આ અભિનેતા કરશે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ, સીએમ શિંદે અને રાજ...

હવે આ અભિનેતા કરશે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ, સીએમ શિંદે અને રાજ ઠાકરેની ઉપસ્થિતિમાં કરવામાં આવી જાહેરાત

જ્યારથી બાહુબલિ ફિલ્મ હિટ થઇ છે ત્યારથી હિંદી સિનેમા પ્રેમીઓની રૂચિ હવે સાઉથથી ફિલ્મો તરફ વધવા માંડી છે. તાજેતરમાં જ કંતારા ફિલ્મની સફળતાએ એ વાત સાબિત કરી દીધી છે. હવે મરાઠી ફિલ્મો પણ હિંદી અને તેલુગુ જેવી ત્રણ-ચાર ભાષામાં એક સાથે બનાવવામાં આવી રહી છે. હાલમાં જ એવી એક ફિલ્મ ‘હર હ મહાદેવ’ની જાહેરાત થઇ હતી. હવે એવી બીજી ફિલ્મ આવી રહી છે, જેમાં અભિનેતા અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા નિભાવતો જોવા મળશે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને MNSના વડા રાજ ઠાકરેની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી .
રામસેતુ બાદ અભિનેતા અક્ષય કુમાર હવે ઐતિહાસિક પાત્રની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકર કરશે. આ ફિલ્મ મરાઠી ઉપરાંત હિંદી અને તેલુગુ ભાષામાં એક સાથે બનાવવામાં આવી રહી છે. મરાઠીમાં તેનું નામ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ છે. બુધવારે આ ફિલ્મમાં અક્ષય કુમારનો છત્રપતિ શિવાજી મહારાજ તરીકેનો ફર્સ્ટ લુક પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બોલતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેમને આવા મહાન વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યા છે, એ તેમના માટે એક મોટી જવાબદારી છે. આ રોલ માટે તેઓ તેમની તમામ કુશળતા અને શક્તિ કામે લગાવશે.
આ પ્રસંગે ફિલ્મના નિર્દેશક મહેશ માંજરેકરે જણાવ્યું હતું કે ‘અક્ષય સાથે કામ કરવાની મારી દિલથી ઈચ્છા હતી. આ રોલ માટે હું તેના સિવાય બીજા કોઈને જોઈ શકતો નથી. અક્ષય કુમાર હિંદુ રાજાની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ છે.’

RELATED ARTICLES

Most Popular