બોલીવૂડના ખેલાડી અક્ષય કુમાર સૌથી વ્યસ્ત એક્ટરમાંનો એક છે. હાલમાં તેની ફિલ્મ રક્ષાબંધન આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર #boycottrakshabandhan હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આનંદ એલ. રાય દિગ્દર્શિત આ ફિલ્મમાં ભૂમી પેડનેકર, સહેજમાન કૌર , દિપીકા ખન્ના, સાદિયા ખાતીબ અને સ્મૃતિ શ્રીકાંત અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
11 ઓગસ્ટના રિલીઝ થનારી આ ફિલ્મ અંગે અક્ષય કુમારે જણાવ્યું હતું કે, એવા ઘણા લોકો છે જેઓ તોફાન કરે છે તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. તેઓ એક આઝાદ દેશના વાસી છે, દરેકે જોઈએ તે કરવાની છૂટ છે. કાપડનો ઉદ્યોગ હોય કે બિલ્ડરોનો વ્યવસાય, ભારતની અર્થવ્યવસ્થામાં તે પોતપોતાનું યોગદાન આપે છે. આપણે બધા જ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છીએ અને તેને મહાન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને અમે પણ એ જ કરી રહ્યા છીએ, પરંતુ ફિલ્મોને ટ્રોલ કરવું એ કોઈ સેન્સ નથી બનતી. હું મીડિયાને વિનંતી કરીશ કે તેઓ આવા મુદ્દાઓ ન ચગાવે.

Google search engine