Homeદેશ વિદેશઆ છે ‘ખિલાડી’ અભિનેતા, અક્ષય કુમારે ઇજા બાદ પણ કર્યું શુટિંગ

આ છે ‘ખિલાડી’ અભિનેતા, અક્ષય કુમારે ઇજા બાદ પણ કર્યું શુટિંગ

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર તેમની ફિલ્મની શુટિંગના એક્શન સીન દરમિયાન પડી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જોકે ઇજાગ્રસ્ત થયા બાદ પણ અક્ષય કુમારે શુટિંગ રોકવાની ના પાડી હતી. અને તેમના ક્લોઝપ શોટ સાથે શુટિંગ શરુ કરવામાં આવ્યું હતું. જોકે એકશન સીનનું શુટિંગ હાલ પુરતુ બંધ રાખવામાં આવ્યું છે.

એક મિડીયા રિપોર્ટ અનુસાર બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર હાલમાં સ્કોટલેન્ડમાં તેમની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના શુટિંગમાં વ્યસ્ત છે. જોકે ફિલ્મના સેટ પરથી હાલમાં જ અક્ષય કુમારને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. વાત એમ છે કે શુટિંગ દરમિયાન અક્ષય કુમાર ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ અંગે મળતી વધુ વિગતો મુજબ અક્ષય કુમાર તેમની ફિલ્મનો એક એક્શન સિક્વન્સ શુટ કરી રહ્યા હતા. અને શુટિંગ દરમિયાન તેઓ પડી ગયા હતા. જેને કારણે તેમને ઘૂંટણ પર ઇજા થઇ હતી.

રિપોર્ટ મુજબ ઇજા થયા બાદ પણ અક્ષય કુમારે શુટિંગ ચાલુ રાખ્યું અને ક્લોઝઅપ સીન શુટ કરવાનો નિર્ણય લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અક્ષય કુમાર તેમની દરેક ફિલ્મમાં એક્શન સીન જાતે જ કરે છે. અક્ષય કુમારને ઇજા થયા બાદ થોડી વાર માટે શુટિંગ બંધ કરવામાં આવ્યું હતું. જોકે ફિલ્મનું શુટિંગ સ્કોટલેન્ડમાં સમયસર પુરું થઇ જાય માટે અક્ષય કુમારે જાતે નિર્ણય લઇ શુટિંગ કન્ટીન્યુ કરવાનું કહ્યું હતું. તેથી શુટિંગ શરુ રાખી ક્લોઝઅપ લઇને શુટિંગ કરવામાં આવ્યું હતું. જોકે ઇજાને પગલે એક્શન સિક્વન્સનું શુટિંગ હાલ પુરતું રોકવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -