બોલિવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે કે જે ક્યારેય કોઈ વણજોઈતા વિવાદોમાં ફસાતો નથી. એટલું જ નહીં પોતાની એક્શન અને દમદાર એક્ટિંગના જોરે આ અભિનેતા લાખો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. અક્કીએ પોતાની કોમિક ટાઈમિંગથી પણ ચાહકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે.
સુપરસ્ટાર અક્કી તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ એકદમ સોર્ટેડ છે. પણ આજે અક્કીએ પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ ડેના દિવસે તેણે તેની ક્લોથિંગ બ્રાન્ડના કો-ફાઉન્ડર મનીષ મંધાના સાથે જે પ્રેન્ક કર્યો છે એ જોઈને તો તમે પણ હસવાનું નહીં રોકી શકો. તેણે આ પ્રેન્કનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે સ્માર્ટનેસથી મનીષને ઉલ્લુ બનાવતો દેખાઈ રહ્યો છે.
અક્ષયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે કેઝ્યુઅલ લૂકમાં દેખાઈ રહ્યો છે અને ખૂબ જ ફની અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેણે મનીષને તેનું વજન પૂછ્યું અને ત્યાર બાદ તેણે એક બીજીવ્યક્તિની મદદથી મનીષને તેના બંને હાથથી આલિંગન કરીને જબરદસ્તીથી ઉપાડ્યો હતો અને ત્યાર બાદ અક્કીએ મનીષને પણ આવું જ કરવા જણાવ્યું હતું, જેમાં મનિષ નિષ્ફળ રહે છે. પોતાની સાથે થઈ રહેલાં આ પ્રેન્કથી મનિષ સાવ જ અજાણ હતો.
અક્ષયે આનો ફાયદો ઉઠાવીને ખાસા લાંબા સમય સુધી મનિષની ટાંગ ખિંચાઈ કરી હતી. તેણે અનેક લોકોને મનીષની સામે ઊભા કર્યા, પરંતુ મનીષ તેમાંથી કોઈને પણ ઊંચકી શક્યો નહીં. એટલું જ નહીં તે વારંવાર એવું પણ કહેતો રહ્યો કે કોઈને માત્ર બે હાથ વડે ઉપાડવું અશક્ય છે. આખા શરીર પર ભાર મૂકવો પડે છે. પરંતુ અક્ષય તે સ્વીકારવા તૈયાર ન હતો. તેણે ફરીથી એક વ્યક્તિની મદદ લીધી અને મનીષને ઉપાડીને બતાવ્યો. પરંતુ મનીષ અંત સુધી અક્ષયની ટ્રિક પકડી શક્યો નહીં અને એપ્રિલ ફૂલ બની ગયો.
ખેર અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની સિક્વલની શૂટિંગમાં વ્યસ્ત છે. તે તાજેતરમાં શૂટિંગ દરમિયાન ઘાયલ પણ થયો હતો. આ ફિલ્મમાં તે ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે. આ સિવાય તે OMG ના બીજા ભાગમાં જોવા મળશે, કેપ્સ્યુલ ગર્લ જેવી ફિલ્મ ઉપરાંત હેરાફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મમાં કામ કરતો જોવા મળશે.