વારાણસીની હોટલમાં ગળેફાંસો ખાઈ લીધો
મનોરંજન ઉદ્યોગમાંથી આજે સવારે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે જે જોઇને લાગે છે કે મનોરંજન જગતના માથેથી ઘાત હજી સુધી ગઇ નથી. મળતી માહિતી મુજબ ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબેએ વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી આકાંક્ષા દુબેનો મૃતદેહ સોમેન્દ્ર હોટલના રૂમમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. હાલ પોલીસ આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. લગભગ એક મહિના પહેલા, અભિનેત્રી જ્યારે વેલેન્ટાઇન ડે પર તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને ઇન્સ્ટાગ્રામને સત્તાવાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર ગઈ ત્યારે સમાચારમાં હતી. તેણે કો-સ્ટાર સમર સિંહ સાથે પ્રેમની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, હેપ્પી વેલેન્ટાઈન ડે. અભિનેત્રીની આત્મહત્યાના કારણ અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. અભિનેત્રી આકાંક્ષા દુબે મૂળ ભદોહીના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારના પારસીપુરની રહેવાસી હતી.આકાંક્ષા દુબે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના બોલ્ડ અને હોટ ડાન્સ માટે ફેમસ હતી.