નવી દિલ્હીઃ ભોજપુરી અભિનેત્રી આંકાક્ષા દુબેના મોત અંગે તાજેતરમાં એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે પંખા પર લટકવાને કારણે આકાંક્ષાનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આકાંક્ષાએ વારાણસીની હોટેલના એક રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તાજેતરમાં આવ્યો હતો, જેમાં હત્યા કરી હોવાનું જણાવ્યું નથી. એક્સ્ટ્રેસનું મોત પંખા પર ફાંસી ખાવાને કારણે થયું હતું અને તેના શરીર પર ઈજાના કોઈ નિશાન પણ નહોતા. કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવા સમરસિંહનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ આકાંક્ષા દૂબે અને ભોજપુરી સિંગર સમર સિંહની વચ્ચે લીવ ઈન રિલેશન હતા.
બંને વારાણસીની ટકટકપુર વિસ્તારમાં એકસાથે પણ રહેતા હતા. જોકે, કોઈ કારણને લઈ બંનેની વચ્ચે બ્રેકઅપ થયું હોઈ શકે છે, પરિણામે આકાંક્ષા ડિપ્રેશનમાં આવીને અંતિમ પગલું ભર્યું હશે. તેના પર કદાચ માનસિક રીતે દબાણ ઊભું થયું હોઈ શકે છે, એમ પણ પોલીસે જણાવ્યું હતું. આકાંક્ષાના બોયફ્રેન્ડની ધરપકડ માટે પોલીસે ટીમ બનાવી છે. આ બનાવની રાતે તેનો બોયફ્રેન્ડ પણ આકાંક્ષાની સાથે હતો. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે હોટેલમાં રાતના બે વાગ્યે આકાંક્ષાને કોઈ વ્યક્તિ છોડવા આવી હતી, જે 17 મિનિટ સાથે હતી. એ વ્યક્તિ કોણ હતી. શા માટે આવી હતી એના અંગે કોઈ જાણકારી મળી નથી. આ અંગે પોલીસે કહ્યું હતું કે કદાચ તેના મોત અંગે એ વ્યક્તિની કોઈ ભૂમિકા નથી.
તે ફક્ત આકાંક્ષાને છોડવા માટે આવ્યો હતો. હાલમાં બે આરોપી પર શંકા છે, જેમાં એક સંજય સિંહ અને બીજો સમર સિંહની પોલીસ તપાસ કરી રહી છે. રવિવારે આકાંક્ષા દૂબેએ સારનાથ વિસ્તારની સોમેન્દ્ર રેસિડન્સી હોટલના 105 નંબરના રુમમાં આત્મહત્યા કરી હતી. આકાંક્ષા દૂબેની માતાએ દાવો કર્યો હતો કે આકાંક્ષાના મોત માટે ભોજપુરી ઈન્ડસ્ટ્રીના જાણીતા ગાયક સમર સિંહ અને તેનો ભાઈ સંજય સિંહ છે.