મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અચાનક લિફ્ટમાં ફસાઈ ગયા હતા, પરંતુ સદનસીબે સુરક્ષા કર્મચારીઓએ તેમને સમયસર બહાર કાઢી લીધા હતા. આ બનાવ મુદ્દે અજિત પવારે કહ્યું હતું કે શનિવારે પુણેની એક હોસ્પિટલમાં ગયો ત્યારે એક અકસ્માતમાં બચ્યો હતો. બારામતીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે શનિવારે તેઓ એક હોસ્પિટલ ભવનનું ઉદ્ઘાટન કરવામાં ગયા ત્યારે આ અકસ્માત થયો હતો. હું લિફ્ટમાં હતો ત્યારે મારી સાથે ડોક્ટર અને બે અન્ય લોકો હતા અને એ જ વખતે અચાનક લાઈટ જતી રહી હતી અને લિફ્ટ એકાએક ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી.
એનસીપીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે હું બે સુરક્ષા કર્મચારી અને એક ડોક્ટરની સાથે ત્રીજા માળથી ચોથા માળે જવાનું હતું, પરંતુ લિફ્ટ ચાલી જ નહોતી અને પછી અચાનક લાઈટ જવાને કારણે લિફ્ટ એકાએક નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. સુરક્ષા કર્મચારીની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે તેઓ લિફ્ટનો દરવાજો ખોલવમાં સફળ રહ્યા હતા અને બધાને સુરક્ષિત બહાર કાઢી શક્યા હતા. આ અકસ્માતમાં ફક્ત ડોક્ટરને જરાક ઈજા પહોંચી હતી. આ બનાવની અત્યાર સુધીમાં પરિવારને જાણ કરી નથી, એમ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડેના અકસ્માત પછી એનસીપીના પ્રધાન અજિત પવારે કિક્રેકટ ઋષભ પંત અને ભાજપના વિધાનસભ્ય જયકુમારનું ઉદાહરણ આપીને લોકોને રાતના સમયે ટ્રાવેલ કરવાનું ટાળવાની સલાહ આપી હતી.
બોલો, એનસીપીના આ પ્રધાન હોસ્પિટલની લિફ્ટમાં ફસાયા હતા
RELATED ARTICLES