મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવારે સોમવારે કહ્યું કે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર શિવસેનાના 40 ધારાસભ્યોની સંભાળ રાખવા માટે નાણાં ખર્ચી રહી છે જ્યારે ભાજપના ધારાસભ્યો નાખુશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ પોકારેલા બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે જૂનમાં મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે ભાજપના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા હતા. બજેટ પર ટિપ્પણી આપતા વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે એવું પણ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યોમાં બેચેની છે. તેમણે એવું પણ કહ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યો પર પૈસાની લૂંટ થઈ રહી છે.
પવાર દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 40 ધારાસભ્યોની સંભાળ પાછળ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે, એટલે આ 288માંથી માત્ર આ 40 ધારાસભ્યોની જ સરકાર છે કે કેમ તે અંગે શંકા થઈ રહી છે. ભાજપના 105 ધારાસભ્યો પણ આ પ્રકારના વલણથી નારાજ છે. તેઓ શાંત બેઠા છે પણ તેમની બેચેની દેખાઈ રહી છે. તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમને ધીરજ રાખવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે વિપક્ષમાં બેસવા કરતાં સત્તામાં શાંત બેસી રહેવું વધુ સારું છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 9મી માર્ચે 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. નાણા પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. અજિત પવારે 13 માર્ચે વિધાનસભામાં આ બજેટનો વિરોધ કર્યો હતો. આ બજેટ અધૂરી જાહેરાતોનો આડશ છે. મને નથી લાગતું કે આનાથી કોઈને રાહત મળશે.
તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે નાણા પ્રધાને ધ્યાન આપવું જોઈએ કે બજેટમાં કરાયેલી જોગવાઈઓ અને યોજનાઓ હકીકતમાં આગળ વધે અને નાગરિકોને તેનો લાભ મળે. ગયા વર્ષે ‘પંચસૂત્ર’ના આધારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ વખતે દેવેન્દ્ર ફડણવીસે તેનું નામ ‘પંચામૃત’ રાખ્યું છે. તેઓ જ્યાં જાય છે ત્યાં થોડું ‘પંચામૃત’ આપે છે. ત્યારબાદ તેઓ પ્રસાદ આપે છે, તો અમને બધાને પણ ‘પંચામૃત’ આપવામાં આવ્યા છે.
એ 40 ધારાસભ્યોની જ સરકાર છે કે….?: વિપક્ષનો સત્તાધારી પક્ષ પર પલટવાર
RELATED ARTICLES