રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર Corona +ve

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારને કોરોના પોઝિટિવ આવ્યા છે. એમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
એમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ગઇકાલે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે
પોઝિટિવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય સારું છે અને હું ડોકટરની સલાહ લઇ રહ્યો છું. તમારા બધાના આશીર્વાદથી હું જલદી કોરોનાને હરાવીને તમારી સેવામાં ફરી હાજર થઇશ. મારા સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના લક્ષણ જણાય તો તુરંત પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવે.
મહારાષ્ટ્રના
પ્રધાન અને NCPના નેતા છગન ભુજબળનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પણ તાજેતરમાં જ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ગઇ કાલે રવિવારે જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે. રાજ્યના
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો પણ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, પણ તેમનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.