નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે મંગળવારે રાજ્ય સરકાર પર નાણાંકીય ગેરશિસ્તનો આરોપ લગાવ્યો હતો. રાજ્ય સરકારે રૂ. ૫૨,૦૦૦ કરોડની પૂરક માગણીઓ ગયા અઠવાડિયે રજૂ કરી તેના પર બોલતાં અજિત પવારે આમ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કેબિનેટમાં એકેય મહિલા પ્રધાન નથી. આર્થિક શિસ્ત તોડી નાખી છે. નાણાં પ્રધાન તરીકે અજિત પવારે રૂ. ૫,૬૦,૦૦૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
આ પહેલાંના સત્રમાં રૂ. ૨૫,૦૦૦ કરોડની પૂરક માગણીઓ રજૂ કરી હતી અને તેની સામે શિયાળુસત્રમાં રૂ. ૫૨,૦૦૦ કરોડની પૂરક માગણીઓ રજૂ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે હજી જો એક વખત પૂરક માગણીઓ મૂકવામાં આવશે તો પૂરક માગણીઓ રૂ. એક લાખ કરોડને વટાવી જશે જે બજેટના ૨૦ ટકા જેટલી થશે.