Homeફિલ્મી ફંડાઆથિયા-રાહુલના લગ્ન પહેલા અજય દેવગણે આપી આ અદ્ભુત પ્રતિક્રિયા

આથિયા-રાહુલના લગ્ન પહેલા અજય દેવગણે આપી આ અદ્ભુત પ્રતિક્રિયા

ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ માટે સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ પર સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ લગ્ન પહેલા હવે સુનીલના નજીકના મિત્ર અને અભિનેતા અજય દેવગને ટ્વિટ કરીને તેને પુત્રીના લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.
અજય દેવગને ટ્વીટ કર્યું, “મારા પ્રિય મિત્ર સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીને તેમની પુત્રી આથિયા શેટ્ટીના કેએલ રાહુલ સાથે લગ્ન કરવા બદલ અભિનંદન. હું તે યુવાન દંપતિના સુખી લગ્ન જીવન માટે કામના કરું છું. આ સાથે તેણે અણ્ણા એટલે કે સુનીલ શેટ્ટીની પણ સરાહના કરી હતી.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આજે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આથિયા અને રાહુલના લગ્નમાં માત્ર 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નના ફોટા લીક ન થાય તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. લગ્નમાં નો ફોન પોલિસી રાખવામાં આવી છે. એટલે કે મહેમાનોને ફોન લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને જો તેઓ ફોન લઇને આવશે તો પણ તેમને કોઈપણ પ્રકારના વીડિયો અને ફોટોગ્રાફ્સ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન બાદ આ કપલ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપશે. જેમાં બોલિવૂડ અને ક્રિકેટ જગત સહિત અનેક ક્ષેત્રના લગભગ 3,000 મહેમાનો ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular