Homeફિલ્મી ફંડાઅજય દેવગનની 'દ્રશ્યમ 2' 100 કરોડની ક્લબમાં સામેલ

અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ 100 કરોડની ક્લબમાં સામેલ

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 2’ હાલમાં બોક્સ ઓફિસ પર સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે. સુપરસ્ટાર અજય દેવગણની આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. છેલ્લા 2 વર્ષમાં ‘દ્રશ્યમ 2’ અજયની ત્રીજી આવી ફિલ્મ બની છે, જેણે 100 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

18 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર તેની મજબૂત પકડ જાળવી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ‘દ્રશ્યમ 2’ એ તેની રિલીઝના 7મા દિવસ સુધીમાં ધમાકેદાર કમાણી કરી છે. જેના કારણે ‘દ્રશ્યમ 2’ એ પહેલા અઠવાડિયામાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ગુરુવારે ‘દ્રશ્યમ 2’એ બોક્સ ઓફિસ પર 9 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ‘દ્રશ્યમ 2’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 104 કરોડને પાર કરી ગયું છે. આવી સ્થિતિમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી ‘દ્રશ્યમ 2’ આ વર્ષે અજય દેવગનની વધુ એક સુપરહિટ ફિલ્મ બની છે.

 

‘દ્રશ્યમ 2’ માટે જે રીતે પહેલું અઠવાડિયું પસાર થયું છે તે પ્રમાણે નિર્માતાઓ બીજા સપ્તાહમાં પણ આશાવાદી છે. રિલીઝના પહેલા અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરનાર અજય દેવગણની ‘દ્રશ્યમ 2’નો કમાણીના ગ્રાફ આગામી દિવસોમાં વધુ ઊંચે જશે એવી ટ્રેડ પંડિતોને આશા છે. તેમના મતે, બીજા સપ્તાહમાં ‘દ્રશ્યમ 2’ 150 થી 170 કરોડની વચ્ચે બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular