Aishwarya Rai, Sushmita Sen

કરણના શોમાં પહેલી વખત જોવા મળશે આ બ્યૂટી ક્વીન્સ?

ફિલ્મી ફંડા

Mumbai: કરણ જોહર તેના લોકપ્રિય ટોક શોની સાતમી સીઝન સાથે પાછો આવી રહ્યો છે. ૧૮ વર્ષના સમયગાળામાં કોફી વિથ કરણ ભારતના સૌથી પ્રિય શોમાંનો એક બની ગયો છે.
ટોક શોની સાતમી સિઝન માટેનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે ત્યારે સાતમી જુલાઈથી સ્ટ્રિમિંગ શરૂ થશે, એવું તેણે સત્તાવાર જણાવ્યું હતું.. શોના ગેસ્ટની વાત કરીએ તો આ સીઝનમાં નવી જોડીઓ જોવા મળશે.
તાજેતરના અહેવાલ મુજબ, ઐશ્વર્યા રાય બચ્ચન અને સુષ્મિતા સેન પહેલી વખત એકસાથે શોમાં દેખાશે. નોંધનીય છે કે બંનેએ એકસાથે ક્યારેય કોઈ ઈન્ટરવ્યૂ આપ્યા નથી. પહેલી વખત બંને અભિનેત્રીઓની જોડી દર્શકોને જોવા મળશે. દરમિયાન અક્ષય કુમાર, વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી જેવી હસ્તીઓ આ સિઝનનો ભાગ બને એવી શક્યતા છે. કરણ જોહરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે રણબીર કપૂરે કોફી વિથ કરણના શોમાં આવવાની ના પાડી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.