Homeફિલ્મી ફંડાકંઇક આવી રીતે ઐશ્વર્યાએ દીકરીને જન્મદિવસ પર આપી શુભેચ્છા, યુઝર્સે કરી ટ્રોલ

કંઇક આવી રીતે ઐશ્વર્યાએ દીકરીને જન્મદિવસ પર આપી શુભેચ્છા, યુઝર્સે કરી ટ્રોલ

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચનનો આજે જન્મદિવસ છે. આરાધ્યા આજે તેનો 11મો જન્મદિવસ સેલીબ્રેટ કરી રહી છે. આ દિવસને યાદગાર બનાવવા ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેની પુત્રી પર પ્રેમ વરસાવ્યો છે. અભિનેત્રીએ આરાધ્યા સાથે લિપ કિસ કરતો ફોટો શેર કર્યો હતો. કેટલાક લોકો આરાધ્યાને શુભેચ્છા પાઠવતા ઐશ્વર્યાને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાયે આરાધ્યાના જન્મદિવસના અવસર પર લગભગ અડધી રાત્રે 12 વાગ્યે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં ઐશ્વર્યા આરાધ્યાને હોઠ પર કિસ કરતી જોવા મળે છે. તસવીર શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું, ‘મારો પ્રેમ, મારી જિંદગી, હું તને ખૂબ પ્રેમ કરું છું…મારી આરાધ્યા.’

ઐશ્વર્યા રાયની પોસ્ટ બાદથી વિવાદ શરૂ થયો છે વર્લ્ડ બ્યુટી ઐશ્વર્યાની દીકરીને બર્થ-ડે વીશ કરવાની આ સ્ટાઈલ ફેન્સને બિલકુલ પસંદ આવી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને ટોણો મારી રહ્યા છે. યુઝર્સ લખી રહ્યા છે કે આ આપણી સંસ્કૃતિ નથી. તો કેટલાકનું કહેવું છે કે આવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, ‘મા-દીકરીના હોઠ પર ચુંબન કરવું બિલકુલ યોગ્ય નથી’, જ્યારે બીજાએ લખ્યું, ‘બાળકના હોઠ પર ચુંબન કરવું ખૂબ જ વિચિત્ર છે.’ તે જ સમયે બીજાએ લખ્યું, ‘તમે આ રીતે પ્રેમ કરો છો તે ઠીક છે, પરંતુ આવી તસવીર શેર ન કરવી જોઈએ.’

ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ઐશ્વર્યાનો તેની પુત્રી માટે વધુ કાળજી રાખવાનો સ્વભાવ તેને ટ્રોલિંગનો ભોગ બનાવે છે. જ્યારે પણ અભિનેત્રી પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર કેપ્ચર થાય છે, ત્યારે તે આરાધ્યાની થોડી વધુ સુરક્ષા કરતી જોવા મળે છે. જોકે, ટ્રોલ થયા પછી પણ તેની આદતમાં કોઈ સુધારો થયો નથી

RELATED ARTICLES

Most Popular