ઐશ્વર્યાની ફિલ્મ ફસાઈ કોર્ટ કેસમાં! વકીલે ફટકારી નિર્માતાને નોટિસ, જાણો શું છે આખો મામલો

ફિલ્મી ફંડા

ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર પાંચ ભાષાઓમાં બનેલી મણિરત્નમની ડ્રિમ ફિલ્મ પોન્નિયન સેલ્વનઃ1 ફિલ્મ રિલીઝ પહેલા કોર્ટ કેસમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર એક વકીલે નિર્માતા અને કલાકારોને નોટિસ ફરકારી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે ચોલા વંશના આદિત્ય કારિકલને ક્યારેય પોતાના માથે તિલક લગાવ્યું નથી. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મમાં આદિત્યનું પાત્ર વિક્રમ ભજવી રહ્યો છે. વકીલને શંકા છે કે મેકર્સ ફિલ્મમાં ચોલા વંશ વિશે કંઈક એવું દર્શાવી શકે છે જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ મણિરત્નમ કે વિક્રમ બંનેમાંથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. આવી સ્થિતિમાં તેણે માંગ કરી છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવે અને તે નક્કી કરવામાં આવે કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી નથી.
આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
‘પોન્નિયન સેલ્વનઃ 1’માં ચિયાન વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત સરત કુમાર, પ્રભુ, શોભિતા ધુલીપાલ, કાર્તિ, તૃષા, પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.