ઐસા દેશ હૈ મેરા… હો!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ

આપણે ત્યાં સરકારી અધિકારીઓ કાં તો કામ કર્યા વગર ખુરશી પર બેઠા રહે અથવા તો સૂઈ જાય, એનાથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં કોઈ મોટી ઊથલપાથલ થતી નથી. મોટાભાગના અધિકારીઓ તો…એય ને પોતાની ખુરશી પર બેઠા-બેઠા જ સરસ ઊંઘ ખેંચી લે છે. એટલે જ તો, એમને આ ઊંઘવાના રોજિંદા કામ માટે આરામદાયક ખુરશીઓ આપવામાં આવે છે! સરકારી કચેરીઓના પટાવાળાઓ આ બાબતમાં અધિકારીઓ કરતાં પણ વધારે હોંશિયાર હોય છે. એ લોકો તો સ્ટૂલ પર બેઠા-બેઠાયે ઊંઘ કાઢી લે છે.
અધિકારી બે રીતે ઊંઘે છે. એક તો સામાન્ય ઊંઘ હોય છે, જેમાં આંખો બંધ રહે છે અને મગજ પણ શાંત હોય છે. જ્યારે બીજામાં આંખો ખુલ્લી રહે છે, ખાલી મગજ જ ઊંઘતું હોય છે. આ એક સિદ્ધિ છે, સાધના છે, જે અનુભવથી પ્રાપ્ત થાય છે. અધિકારી અને ૬નીંદરમાં ચાલતા સ્લીપ-વોકર૩માં સૌથી મોટો તફાવત એ છે કે, ૬સ્લીપ-વોકર ૩કમ સે કમ ૬વોક૩ તો કરે છે! ઊંઘમાં તો ઊંઘમાં પણ એ ચાલે તો છે!
સરકારી તંત્ર ઊંઘે છે, ત્યારે બધી ફાઈલો તકિયાનું કામ કરે છે. સાધારણ માણસ પોતાનાં દુ:ખ-દર્દ ભુલાવીને ઊંઘે છે અને સરકારી અધિકારી આખા દેશ કે આખી દુનિયાના દુ:ખ-દર્દ ભુલાવીને ઊંઘે છે! સામાન્ય માણસને રાત્રે સૂતી વખતે એ ખબર હોય છે કે એણે સવારે ઊઠવાનું છે અને એ પણ સમયસર ઊઠવાનું છે, કાલે ઊઠીને કામ પણ કરવાનું છે. અધિકારી ઊંઘતી વખતે જાણે છે કે એણે ઊઠવાની કોઈ જરૂર નથી. સામાન્ય પથારીમાં ઊંઘવુ એ ફક્ત ઊંઘવાનું જ હોય છે. પરંતુ સરકારી ઊંઘમાં એક અલગ જ નશો હોય છે. અને એ છે- સરકારી અધિકારી હોવાના અહંકાર નશો!
જ્યારે અધિકારીને ઊંઘ આવે છે, સરકારી ફાઈલો ‘વિચારણા હેઠળ’ રહે છે. દેશમાં કયાંક આગ લાગી હોય તો પણ અને એને બુઝાવવાનો પ્રશ્ન હંમેશા ‘વિચારણા હેઠળ’ જ રહે છે! બિમારીથી લોકો મરી રહ્યા છે અને ડોક્ટરોને બોલાવવાનો પ્રશ્ન ‘વિચારણા હેઠળ’ છે!
‘૬વિચારણા હેઠળ’- આ૩ શબ્દ ખૂબ જ રસપ્રદ છે. એ ‘૬ના’૩ નો સરકારી પર્યાયવાચક શબ્દ છે. ઊંઘતુ સરકારી તંત્ર એ નીઁભરતા કે અસમર્થતાની ગંભીર સાબિતી છે. કોઇ વાત ૬‘વિચારણા હેઠળ’૩ હોય તો એની કોઇ ટાઇમ લિમિટ નક્કી નથી હોતી. ‘વિચારણા હેઠળ’માં સમસ્યા વિચારોને આધિન થઈ જાય છે, પ્રોબ્લેમ્સ વિચારોની નોકર કે ગુલામ બની જાય છે. સમસ્યા પર વિચારો રાજ કરે છે, વિચારો સમસ્યાને કચડી નાખે છે, એને ઊભી થવા જ નથી દેતા! જો સમસ્યા માથું ઊચકે છે, તો વિચારો એને ફરી દબાવી નાખે છે. ફાઈલના જાડાં પૂઠાં પર દોરીઓ અને લાલ રિબનના નાગપાશમાં બંધાયેલાં કાગળોનો ફફડાટ થયે રાખે છે. કાગળોની આ કેદ, ‘૬વિચારણા હેઠળ’૩ની સ્થિતિ જ છે. જો કે વિચાર એક નિયંત્રણ કે એના પરનો અંકુશ છે, જેની નીચે વાસ્તવિકતાનો હાથી ભયભીત રીતે દબાયેલો રહે છે. ઊંઘતુ સરકારી તંત્ર વર્તમાનને ભવિષ્યમાં અને ભવિષ્યને ઔર વધુ ભવિષ્યમાં ફેંકીને ઊંઘે રાખે છે અને પ્રજાને હંમેશાં મુજબ એમ જ કહેવામાં આવે છે કે : ‘એમના પ્રશ્ર્નો સરકારની વિચારણા હેઠળ છે! ’
આ દેશનું સૌભાગ્ય જ છે કે ભગીરથજીએ ગંગાને ધરતી પર લાવવાની કલ્પના૬ ‘વિચારણા હેઠળ’ ૩નહીં રાખી! જો સરકારી કામગીરીની જેમ એ જમાનામાં આ કામ ખીંટીં પર લટકાવી દેવામાં આવ્યું હોત, તો ગંગા નદી ધરતી પર આવી જ ન હોત, ઉત્તર પ્રદેશ આટલું ગીચ વસ્યું ન હોત અને ગંગાના પાણીનો પવિત્ર ઘૂંટ પીને ગંદી ૬રાજનીતિ૩ કરવાવાળા હોત જ નહીં. અધિકારીઓ અને નેતાઓ આજે આરામની ઊંઘ લે છે, કારણકે એ લોકો જાણે છે કે ગંગા તો વહી રહી છે અને લોકો પોતાના ઘરે નિરાંતે ધરમ-ધ્યાનના ગ્રંથો વાંચી રહ્યા છે. દેશ ચાલે રાખે છે આ દેશના ભવિષ્ય માટે બાકી શું રહે છે?
આ દેશમાં નવા વિચારો રાજકુમારના ઠાઠથી જન્મ લે છે અને કેન્સરના દર્દીની જેમ તડપી-તડપીને મૃત્ય પામે છે. આખા દેશમાં દરખાસ્તો સિસકારા લેતા લેતા, ઘસડાતી રહે છે. વિચારોનું અથાણું બની જાય છે, દરખાસ્તો પર ફૂગ લાગી જાય છે! થોડાક દિવસો પહેલા કમ સે કમ એ સુખ તો હતું કે આખો દેશ કોઇ વરણાગી મેળા જેવો લાગતો હતો અને નેતાઓ જાદુગરો જેવા લાગતા હતા. પરંતુ હવે તો એ પણ નથી થતું. નેતા બોલે છે કે નથી બોલતા, કશો જ ફરક નથી પડતો! અધિકારી જાગે છે કે ઊંઘે છે, કોઈ જ ફરક નથી પડતો! નિર્ણય લેવામાં આવે છે કે નથી લેવામાં આવતો, કોઈ જ ફરક નથી પડતો !કેવી પરમ સિદ્ધિ મળી ગઈ છે આ દેશ ને? છાપાના મુખ્ય સમાચાર એક નાના કાળા નાગની જેમ રહી રહીને ફુંફાડો મારે રાખે છે, પરંતુ ધીમે-ધીમે છાપાનું બધુ તેજાબી લખાણ સાર વગરનું, સનસનાટી વગરનું થઈ જાય છે.
વિરોધનું સરઘસ પસાર દેશની સડકો પરથી થઈ જાય છે અને બારીઓ બંધ રહે છે. કોઈ સરકાર પડે, તો પણ કોઈ અસર નથી થતી. મોટા તકિયા, નરમ ગાદીઓ, આરામદાયક ખુરશીઓ, પંખાઓ, એરકૂલર અને મલમલના પડદાઓની વચ્ચે આપણે કેવી સિદ્ધિ મેળવી રહ્યા છીએને ?
સાચે જ આપણો દેશ કેટલો મહાન છે!
ચાલો સૌ મળીને ગાઇએ: ઐસા દેશ હૈ મેરા હો!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.