Homeદેશ વિદેશએર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ભારત સરકારે આપી રાહત

એર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ભારત સરકારે આપી રાહત

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટમાં પ્રવાસીઓ માટે કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત હતું, પરંતુ હવે કોરોના પૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયો છે ત્યારે ભારત સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર હવેથી ફ્લાઈટમાં માસ્ક પહેરવું જરૂરી નથી. ટ્રાવેલ દરમિયાન હવે પ્રવાસીઓ માટે માસ્ક પહેરવું જરૂરી નથી. એવિએશન મિનિસ્ટ્રી દ્વારા એરલાઈન્સને આદેશ આપવામાં આવ્યો છે કે પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ આપી શકાય છે, પરંતુ ન પહેરવા પર કોઈપણ પ્રકારનો દંડ વસૂલી શકાય નહીં. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ પ્રવાસીઓને હાશકારો થયો છે. નોંધનીય છે કે એર ટ્રાવેલ દરમિયાન ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડતો હતો. આ લિસ્ટમાં માસ્ક ન લગાવવાને કારણે દંડ વસૂલ કરવામાં આવતો હતો. સરકાર દ્વારા ફક્ત માસ્ક અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. બાકી પ્રતિબંધો અંગે કોઈ આદેશ ન આવવાથી બાકીના તમામ નિયમોનું પાલન પ્રવાસીઓને કરવું પડશે.

RELATED ARTICLES

Most Popular