Homeઆમચી મુંબઈપ્રદૂષણમાં મુંબઈએ દિલ્હીને પાછળ મૂકી દીધું, મુંબઈગરા હેરાન પરેશાન

પ્રદૂષણમાં મુંબઈએ દિલ્હીને પાછળ મૂકી દીધું, મુંબઈગરા હેરાન પરેશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણની માત્રા હદજનક વધી ગઈ છે. ગુરુવારે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) દેશની રાજધાની દિલ્હીને પણ વટાવી ગયો હતો. દિલ્હીમાં સરેરાશ ૨૫૯ એક્યુઆઈ નોંધાયો હતો, તેની સામે મુંબઈમાં ભયજનક ૩૦૮ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધાયો હતો. મુંબઈમાં આગામી ચારેક દિવસ આવું જ ઝેરી પ્રદૂષિત વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી પ્રદૂષિત હવા પોતાના શ્ર્વાસમાં લઈ રહ્યા છે. મુંબઈમાં પવનનો વેગ ધીમો પડવાની સાથે જ હવાની ગુણવત્તા પણ કથળી ગઈ છે. વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાથી મુંબઈગરામાં શ્ર્વાસોશ્ર્વાસ (અસ્થમા, દમ), શરદી, ઉધરસ અને આંખ બળવાની તકલીફ જોવા મળી હતી.
મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. ગુરુવારે સૌથી વધુ પ્રદૂષણ મઝગાંવમાં રહ્યું હતું. અહીં એક્યુઆઈ ૩૬૯ જેટલો ઊંચો રહ્યો હતો. કોલાબામાં ૩૧૮, વરલીમાં ૨૦૮, ચેંબુરમાં ૩૩૭, અંધેરીમાં ૩૧૫, ભાંડુપમાં ૨૮૩, મલાડમાં ૩૪૦ અને બોરીવલીમાં ૨૩૫ એક્યુઆઈ નોંધાયો હતો. ગુરુવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૩૦૮ જેટલો ઊંચો રહ્યો હતો, જે ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં ગણાય છે.
નિષ્ણાતોના કહેવા મુજબ આગામી ચારેક દિવસ આવી જ પરિસ્થિતિ રહેશે. તાપમાનમાં અચાનક થયેલા ઘટાડા અને પવનોની ગતિ ધીમી થઈ છે. સામાન્ય રીતે નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ડિસેમ્બરમાં હવાની ગતિ ધીમી જ હોય છે. મુંબઈમાં વધતાં વાહનોની સંખ્યા, રસ્તાનાં કામ અને અન્ય ખોદકામને કારણે હવામાં સતત ધૂળ ઊડી રહી છે. પવનોની ગતિ ધીમી હોવાથી પવનની સાથે ધૂળ, રજકરણો વાતાવરણમાં નીચે તરતા હોય છે અને તેને કારણે વાતાવરણ ધુમ્મસિયું અને પ્રદૂષિત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular