Homeઆમચી મુંબઈશ્વસન સિવાય મુંબઈગરાને સતાવી રહી છે આ ગંભીર સમસ્યા...

શ્વસન સિવાય મુંબઈગરાને સતાવી રહી છે આ ગંભીર સમસ્યા…

મુંબઈ શહેરમાં હાલમાં વિવિધ ઠેકાણે વિકાસકામો ચાલી રહ્યા છે, હવાની ગુણવત્તાનો દર પણ ઘટી રહ્યો છે. વધી રહેલાં પ્રદૂષણનો પરિણામ ફક્ત શ્વસન સંબંધિત સમસ્યાઓની સાથે સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ મુંબઈગરાઓને સતાવી રહી છે એવી ચેતવણી નિષ્ણાતો અને સ્કીન સ્પેશિયાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. સ્કીન પર પ્રદૂષણની સૌથી વધુ ગંભીર અસર જોવા મળી રહી છે અને અમુક અપવાદરૂપ કિસ્સામાં તો દર્દીને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડ્યા હોય એવા દાખલા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ પૂરતી કાળજી લેવામાં આવે તો આવી સમસ્યાથી બચી શકાય એમ છે, એવો મત પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

મુંબઈના એક જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દર અઠવાડિયે ત્વચા સંબંધિત બીમારીના આશરે 12થી 15 દર્દીઓ જોવા મળે છે, પરંતુ દિવસે દિવસે એનો આંકડો પણ વધી રહ્યો છે. ત્વચા ડ્રાય થવી, ખંજવાળ આવી, સેન્સેટિવ સ્કીન કે એલર્જી જેવા લક્ષણો દર્દીઓમાં જોવા મળી રહ્યા છે અને આ બધી સમસ્યા માટે પ્રદૂષણ અને વાતાવરણમાં આવી રહેલું પરિવર્તન આ બે મુખ્ય કારણો જવાબદાર છે. અનેક દર્દીઓમાં તો આ પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની જાય છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી જાય છે. પ્રદૂષણને કારણે અનેક વખત નાનું મોટું બેક્ટેરિયલ ઈન્ફેક્શન જોવા મળે છે. ત્વચા સંબંધિત બીમારીઓ માટે પ્રાઈવેટ ક્લિનિકમાં ડોક્ટરને કન્સલ્ટ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સ્કીનની કાળજી કઈ રીતે લઈ શકાય એ માટે શું કરવું જોઈએ એ વિશે વાત કરતાં મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટ જણાવે છે કે

  • ઉનાળામાં ક્યાંય બહાર જતાં પહેલાં સ્કાર્ફ બાંધો
  • ફેશિયલ માસ્કની મદદ લઈને ડેડ સ્કીન સેલ દૂર કરો,
  • ચહેરા પર બરફ લગાવો
  • કડવા લીમડાના પાંદડા ચહેરાને ઠંડક પહોંચાડે છે એટલે ઉનાળામાં કડવા લીમડાના ફેસ માસ્કનો ખાસ ઉપયોગ કરો
    બહારી આવો એટલે ચહેરો અને આંખો સ્વચ્છ પાણીથી ધોઈ લો
  • સ્વચ્છતાને કારણે ત્વચા પર રહેલાં પોર્સ ખુલે છે, સાફ થાય છે, પ્રદૂષણ અને જંતુથી ત્વચાને રક્ષણ મળે છે
  • ચહેરો ધોતી વખતે સ્ક્રબરનો ઉપયોગ પણ કરો, જેને કારણે ડેડ સ્કીન નીકળી જડાય છે. એટલું જ નહીં પણ બ્લડ સર્ક્યુલેશનમાં પણ મદદ મળે છે
  • સવાર-સાંજ એમ બે વખતે ચહેરાને સાફ કરવો જરૂરી છે અને શક્ય એટલો મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવાનું રાખો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular