ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા મુસાફર પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની શુક્રવારે બેંગલુરુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે દિલ્હીથી ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ બેંગલુરુ આવી હતી અને મિશ્રાની શોધખોળ શરૂ કરી હતી. મુંબઈનો રહેવાસી મિશ્રા અવારનવાર મુંબઈ અને બેંગલુરુમાં તેની કંપનીની ઓફિસ વચ્ચે મુસાફરી કરતો હતો. મિશ્રાને બે શહેરોમાં તેના જાણીતા ઠેકાણાઓ પર શોધવા માટે ટીમો બનાવવામાં આવી હતી. બેંગલુરુ શહેર પોલીસની મદદથી, દિલ્હીની ટીમે શુક્રવારે વ્હાઈટફિલ્ડ ડિવિઝનમાં મરાઠાહલ્લીમાં મિશ્રાની ઓફિસ અને ઘરની મુલાકાત લીધી હતી, પરંતુ તે ત્યાં નહોતો. મિશ્રાની બહેન અને પરિવારના અન્ય સભ્યો ઘરમાં હાજર હતા. ઘરની શોધખોળ કર્યા પછી, પોલીસ ટીમે તેની ઓફિસની મુલાકાત લીધી, કેટલાક દસ્તાવેજો એકત્રિત કર્યા અને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ પોલીસે મિશ્રાને બેંગલુરુના મહાદેવપુરા વિસ્તારના ચિનપ્પા લેઆઉટ વિસ્તારમાં હોમ-સ્ટેમાંથી શોધી કાઢ્યો હતો. ભૂતકાળમાં તે અનેક પ્રસંગોએ ત્યાં રોકાયો હતો. મિશ્રાને શનિવારે સવારે 3.30 વાગ્યે ત્યાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મિશ્રાએ ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં 70 વર્ષીય મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. પીડિત મહિલા મુસાફરે ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરનને પત્ર લખીને આ વિશે ફરિયાદ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે, દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની ધરપકડ
RELATED ARTICLES