Homeદેશ વિદેશએર ઇન્ડિયાની ઊંચી ઉડાન, 5,100 નવી ભરતી સાથે ફરીથી બનશે 'મહારાજા'

એર ઇન્ડિયાની ઊંચી ઉડાન, 5,100 નવી ભરતી સાથે ફરીથી બનશે ‘મહારાજા’

પાયલોટની નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. એર ઈન્ડિયા ટૂંક સમયમાં પાઈલટ અને કેબિન ક્રૂ ટ્રેઈનીની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી શકે છે . પાયલોટની કુલ 900 જગ્યાઓ અને કેબિન ક્રૂ ટ્રેઈનીની 4200 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. એર ઈન્ડિયાએ ​​જાહેરાત કરી છે કે તે તેની વિશાળ વિસ્તરણ યોજનાના ભાગરૂપે 2023 માં 900 થી વધુ પાઈલટ અને 4,200 કેબિન ક્રૂ તાલીમાર્થીઓની ભરતી કરશે. નોંધનીય છે કે મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં એર ઈન્ડિયાએ કુલ 1900 કેબિન ક્રૂની ભરતી કરી છે. એર ઈન્ડિયા તરફની ભરતી દેશ કક્ષાએ કરવામાં આવશે અને ઉમેદવારોને 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, ટાટાની માલિકીની એરલાઇન્સે જાહેરાત કરી હતી કે તેમણે 470 પેસેન્જર પ્લેન ખરીદવા માટે ફ્રાંસની એરબસ અને યુએસ એરક્રાફ્ટ નિર્માતા બોઇંગ સાથે અબજો ડોલરના સોદા કર્યા છે. તેણે પહેલેથી જ 36 એરક્રાફ્ટ લીઝ પર આપવાની યોજના જાહેર કરી છે, જેમાંથી બે બોઇંગ 777-200LR પહેલેથી જ કાફલામાં જોડાયા છે. દેશભરમાંથી કેબિન ક્રૂની ભરતી કરવામાં આવશે અને 15 અઠવાડિયાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એર ઈન્ડિયાએ મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે 1,900 કેબિન ક્રૂની ભરતી કરી છે. એર ઈન્ડિયાના હેડ ઓફ ઈન્ફ્લાઈટ સર્વિસીસ સંદીપ વર્માએ જણાવ્યું હતું કે અમે વધુ પાઈલટ અને મેઈન્ટેનન્સ ઈજનેરોની ભરતી કરવા પણ વિચારી રહ્યા છીએ. દરમિયાન ડીજીસીએના મહાનિર્દેશક અરુણ કુમારે જણાવ્યું હતું કે અમદાવાદ, જયપુર, અગરતલા, અમૃતસર, નાગપુર અને દેહરાદૂન ખાતે છ નવી પ્રાદેશિક કચેરીઓ ખોલવાની પણ યોજના પણ વિચારાધીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular