ટાટાની એર ઇન્ડિયાના કાફલામાં 15 મહિનામાં 30 નવા એરક્રાફ્ટ ઉમેરાશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટાટાની માલિકીની એરલાઈન એર ઇન્ડિયા તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને વેગ આપવા માંગે છે. આ માટે એર ઈન્ડિયા તેના કાફલામાં 5 વાઈડ-બોડી બોઈંગ પ્લેન સહિત 30 નવા એરક્રાફ્ટને ક્રમશઃ સામેલ કરશે, એમ એરલાઇને સોમવારે જણાવ્યું હતું. એરલાઈને આગામી 15 મહિનામાં 5 વાઈડ બોડી બોઈંગ અને 25 એરબસ નેરો બોડી પ્લેન સામેલ કરવા માટે લીઝ અને લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા એરક્રાફ્ટ 2022ના અંતથી સેવામાં દાખલ થશે. નવા એરક્રાફ્ટને કારણે એરલાઇનના કાફલામાં 25 ટકાથી વધુનો વધારો થશે. આ વિમાનો સ્થાનિક ક્ષેત્રો તેમજ ટૂંકા અંતરના આંતરરાષ્ટ્રીય સ્થળો પર તૈનાત કરવામાં આવશે. આ એરક્રાફ્ટ સેવામાં આવ્યા બાદ એર ઈન્ડિયા પ્રથમ વખત પ્રીમિયમ ઈકોનોમી હૉલ ફ્લાઈટ્સ ઓફર કરશે.
એરલાઇને એમ પણ જણાવ્યું હતું કે તેમની પાસે કાફલામાં 70 નેરો બોડી એરક્રાફ્ટ છે. તેમાંથી 54 હવે ઉપયોગમાં છે, જ્યારે બાકીના 16 ધીમે ધીમે 2023ની શરૂઆતમાં સેવામાં મૂકવામાં આવશે. એર ઈન્ડિયાના કાફલામાં 43 વાઈડ-બોડી એરક્રાફ્ટ છે, જેમાંથી 33 અત્યારે ઉડાન ભરી રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.