શિયાળામાં ધુમ્મસને કારણે પ્રભાવિત ફ્લાઈટ્લને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે એર ઈન્ડિયાએ ફોગકેર (FogCare) નામની નવી સુવિધા શરૂ કરી છે. એર ઈન્ડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, પ્રવાસીઓને પ્રભાવિત ફ્લાઈટ્સને કોઈપણ ચાર્જ વગર કેન્સલ અને રિશેડ્યૂલ અથવા રદ કરવાના વિકલ્પ આપવામાં આવશે. શરૂઆતમાં દિલ્હી એરપોર્ટ પર આવતી જતી ફ્લાઈટ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રવાસીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફોગકેર સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુમાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને લાંબા સમયની પ્રતિક્ષાની અસુવિધાથી બચવા માટે ફોગકેર અંતર્ગત તેઓ નક્કી કરી શકશે કે તેમને કઈ ફ્લાઈટમાં જવું છે અથવા રદ કરવી છે કે નહીં. આ પર્યાય એરપોર્ટ પર ભીડ ઓછી કરવામાં મદદરૂપ સાબિત થશે. પ્રભાવિત ફ્લાઈટ્સના પ્રવાસીઓને ઈ-મેઈલ, કોલ અને મેસેજ મોકલવામાં આવશે, જેથી તેઓ અન્ય વિકલ્પ અંગે વિચાર કરી શકશે.
એર ઈન્ડિયાએ શરુ કરી ‘ફોગકેર’ સર્વિસ… જાણો શા માટે?
RELATED ARTICLES