મુંબઈઃ ટેકઓફ પૂર્વે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તકનિકી ખામીને કારણે અડધે રસ્તેથી પરત લાવવામાં આવી હતી. એર ઈન્ડિયાની 581 ફ્લાઈટમાં આજે સવારના 6.13 વાગ્યાના સુમારે પુશબેક પછી તકનિકી ખામી સર્જાઈ હતી, ત્યાર બાદ સવારના 6.25 વાગ્યાના સુમારે ફ્લાઈટને પરત બોલાવવાની ફરજ પડી હતી. જોકે, એન્જિનિયરિંગની તપાસ પછી ટેકનિકલ ખામીની સમસ્યા દૂર કરવામાં આવી હતી, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
મુંબઈ કાલીકટ વચ્ચેની એર ઈન્ડિયાની 581 ફ્લાઈટમાં ટેકઓફ પૂર્વે સવારના ટેક્નિકલ ખામીને કારણે સવારના ઉડાન ભરી શકી નહોતી. સવારના 6.13 વાગ્યાના સુમારે પુશબેક પછી ફ્લાઈટમાં સમસ્યા ઊભી થઈ હતી ત્યાર બાદ પરત ફરી હતી. જોકે, એન્જિનિયરિંગ સંબંધિત તપાસ કરવામાં આવ્યા પછી સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. ત્યાર બાદ ફ્લાઈટને હવાઈ ઉડાન માટે મંજૂરી આપી હતી, એમ એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. સવારના 9.50 વાગ્યાના સુમારે કાલીકટ પહોંચી હતી, જ્યારે આ ફ્લાઈટમાં 114 પ્રવાસી સવાર હતા, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
શુક્રવારે પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં પણ તકનિકી ખરાબીને કારણે સમસ્યા સર્જાઈ હતી. કોલકાતાથી મુંબઈ જતી ફ્લાઈટમાં ઉડાન ભર્યા પૂર્વે થોડા સમયમાં પાછી ફરી હતી. ફ્લાઈટમાં 156 પ્રવાસી સવાર હતા. શુક્રવારે સવારના દસ વાગ્યાના સુમારે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ડિગોની એક ફ્લાઈટે ઉડાની ભરી હતી, પરંતુ થોડા સમયમાં ફ્લાઈટના કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઈટમાં ટેકનિકલ ખામીને કારણે પાછા ફરવાની નોબત આવશે એવું જણાવ્યા પછી પરત બોલાવી હતી.
ટેક્નિકલ ફેઈલ્યોરના કિસ્સામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં જુલાઈ મહિના દરમિયાન એર ઈન્ડિયાની દિલ્હીથી વેનકુંવર વચ્ચેની ફ્લાઈટ ટેકઓફ પૂર્વે તકનિકી ખામીને કારણે ખોટકાઈ હતી, પરિણામે 300થી વધુ પ્રવાસીને 11 કલાક સુધી રાહ જોવાની નોબત આવી હતી.
ટેકઓફ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ ખોટકાઈ
RELATED ARTICLES