AIADMKમાં વર્ચસ્વની લડાઈ: પલાનીસ્વામીને વચગાળાના સચિવ બનાવાયા, સસ્પેન્ડેડ પન્નીરસેલ્વમ કોર્ટમાં જશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Chennai: તમિલનાડુમાં (Tamilnadu) સ્વર્ગસ્થ જયલલિતા (Jayalalitha)ની પાર્ટી AIADMKમાં વર્ચસ્વની લડાઈ ઉગ્ર બની રહી છે. પાર્ટીના નેતા ઇ.પલાનીસ્વામીને (E. Palaniswami)વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા બાદ ઓ.પન્નીરસેલ્વમને (O. Panneerselvam) પાર્ટીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા ઓ.પન્નીરસેલ્વમના સમર્થકો જે.સી.ડી.પ્રભાકર, આર. વૈથાલિંગમ અને પી. એચ. મનોજ પાંડિયનને પણ AIADMKમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. પન્નીરસેલ્વમે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ ઈ.પલાનીસ્વામીને પાર્ટીમાંથી હટાવે છે. ઓ.પન્નીરસેલ્વમે કહ્યું કે તેઓ આ મામલે કોર્ટમાં જશે કારણ કે પક્ષના 1.5 કરોડ કેડર સભ્યો દ્વારા તેમની સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મદ્રાસ હાઈકોર્ટે (Madras High court) પન્નીરસેલ્વમ જૂથને ઝટકો આપ્યો છે. જનરલ કાઉન્સિલની બેઠક પર સ્ટે આપવાની પન્નીરસેલ્વમ જૂથની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ AIADMKની જનરલ કાઉન્સિલની બેઠકમાં ઈ.પલાનીસ્વામીને પાર્ટીના વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરજીમાં વચગાળાના મહા સચિવ પદને પુનર્જીવિત કરવા અને સંયોજક તેમજ સંયુક્ત સંયોજકની જગ્યાઓ નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

એક તરફ કાયદાકીય લડાઈ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ચેન્નાઈમાં AIADMK પર વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી પહોંચી છે. પલાનીસ્વામી અને પનીરસેલ્વમના સમર્થકો વચ્ચે પાર્ટીના કાર્યાલય સામે અથડામણ થઈ હતી. પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમના કાર્યકરો સોમવારે સવારે સામસામે આવી ગયા હતા અને પાર્ટી કાર્યાલયની બહાર એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.

નોંધનીય છે જયલલિતાના અવસાન પછી પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. બંને નેતાઓ પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમને મુખ્યપ્રધાન પદના દાવેદાર રહ્યા છે. હવે બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. તમને પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમ પોતાને પાર્ટીના સૌથી મોટા નેતા ગણાવી રહ્યા છે અને પાર્ટી પર સર્વોપરિતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.