આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી કળા બનાવવાનો ટ્રેન્ડ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે. જો તમે નિયમિત સોશિયલ મીડિયા યુઝર છો, તો તમે કલાકારોને AI નો ઉપયોગ કરીને બનાવેલ વિવિધ ચિત્રો શેર કરતા જોયા હશે. દુલ્હનના રૂપમાં અવકાશયાત્રી, વિવિધ લગ્ન સમારંભો જેવા અનેક ચિત્રો AIની મદદથી બનાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

એ જ સૂચિમાં દિલ્હીના કલાકાર પ્રતિક અરોરાએ અલગ-અલગ તસવીરો સાથે ટ્વિટર થ્રેડ શેર કર્યો છે. તેણે તેની તસવીરોમાં આબેહુબ જૂનુ દિલ્હી ઊભું કરી દીધું છે અને એમાં ભૂતો ફરી રહ્યા હોવાના વાસ્તવિક લાગે તેવા AI આધારિત ચિત્રો દર્શાવ્યા છએ, જે જોઇને લોકોને કંપારી છૂટી જાય છે.
લોકો પ્રતિકની આ પોસ્ટને અતિવાસ્તવિક, ભયાનક, અજબ, સુપર્બ એવા વિશેષણોથી નવાજી રહ્યા છે. પણ આ તો એક નમૂનો છે કે AIથી આપણે શું કરી શકીએ છીએ. તમે પણ આ ફોટા જુઓ..