મુંબઈ: તમામ ભારતીય ભાષાઓમાં ચુકાદાઓની અનુવાદિત નકલો આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરી શકાય એવું ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું. માહિતીનો અવરોધ દૂર કરવા માટે ટેક્નિકલના મહત્ત્વ પર ભાર મકૂતાં તેમણે ઉક્ત વાત કહી હતી. સપ્ટેમ્બર, ૨૦૨૨માં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે તેની બંધારણીય બેંચની લાઈવ-સ્ટ્રીમ સુનાવણી શરૂ કરી હતી.
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અહીં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે લાઈવ-સ્ટ્રીમના ફાયદા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે કાયદાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કોર્ટ સમક્ષ લાઈવ મુદ્દાઓ જોઇ અને ચર્ચા કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે તમે જ્યારે જીવંત મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો ત્યારે તમને આપણા સમાજમાં ફેલાયેલા અન્યાસનો અહેસાસ થાય છે.
ટેક્નોલોજીના મહત્ત્વ પર ભાર મૂકતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ટેક્નોલોજી માટે તેમનું મિશન એવા લોકો સુધી પહોંચાડવાનું કે જેમની પાસે એક્સેસ નથી અને એક્સેસમાં વધુ અંતર ઊભું કરવાનું નથી.
દરેક વકીલ ખાનગી પત્રકારોને પરવડી શકે તેમ ન હોવાથી ટેક્નોલોજીના માધ્યમથી માહિતીની પહોંચના અવરોધને દૂર કરવાનો વિચાર છે. વકીલો દ્વારા અપાતી માહિતી આસાનીથી પ્રાપ્ત થઇ જાય એવો વિચાર છે. જોકે અંગ્રેજી ભાષા ગ્રામીણ વકીલને મદદ કરશે નહીં. તેથી દરેકને માહિતી સુલભ બનાવવાનો વિચાર છે, એવું ચીફ જસ્ટિસે જણાવ્યું હતું.
(પીટીઆઈ)
તમામ ભારતીય ભાષાઓમાં ચુકાદાઓના અનુવાદ માટે એઆઈનો ઉપયોગ કરી શકાય: ચીફ જસ્ટિસ
RELATED ARTICLES