અમદાવાદમાં આઠ વર્ષમાં અનેક ભૂવા પડ્યા: કરોડોનો ખર્ચ પાણીમાં ગયો

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના મેમનગર, ઘાટલોડિયા, થલતેજ સહિત અનેક વિસ્તારમાં વરસાદ દરમિયાન ૨૨ ભૂવા પડ્યા છે. જેના પગસે શહેરીજનોને રોડ પરથી વાહન લઈ પસાર થવામાં પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં દર વર્ષે ભૂવા પાછળ અંદાજે પાંચથી સાત કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં દર વર્ષે ચોમાસામાં અને ચોમાસા પછી પણ શહેરમાં અનેક વિસ્તારમાં ભૂવા પડવાના બનાવો બન્યા હતા. ગટરલાઇનો જૂની હોવાથી અને ગટરલાઈનની ચેમ્બરોમાં સર્જાતા ગેસના નિકાલની ખામીને કારણે આ સમસ્યા સર્જાય છે. છેલ્લાં ૮ વર્ષ દરમિયાન શહેરભરમાં ૨૫૦૦થી વધુ ભૂવા પડ્યા છે, જેના રિપેરિંગ પાછળ ૫૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા છે. સૌથી વધુ પશ્ર્ચિમ વિસ્તારમાં જ ભૂવા પડે છે. શહેરમાં ભૂવા પડવાનું મુખ્ય કારણ એ છે કે અમદાવાદની જમીન એલ્યુવિઅલ એટલે કે નદીની રેતીથી બનેલી છે, ઉપરાંત જમીનમાં પાઇપ નાખતી વખતે એ જમીન સાથે ચોંટતી નથી. ઉપરાંત પાઇપલાઇનમાં ભંગાણ પડવાનાં કારણોમાં સૌથી મોટું કારણ ખરાબ ક્લોલિટીની પાઇપો, ખરાબ જોઈન્ટ, મેનહોલના ચણતરમાં ભંગાણ, ખોદકામથી પાઇપોને થતું નુકસાન, ઇન્ડ્રસ્ટ્રિયલ એરિયામાં ગેરકાદે છોડાતા પાણી જવાબદાર છે. જ્યાં પણ પાઇપ તૂટી જશે અથવા યોગ્ય જોઇન્ટ નહીં હોય તો પાણી લિક થશે અને જમીન બેસી જશે. પાણી પોતાનો રસ્તો કરી જ લે છે એટલે જ્યાં પણ નવું ક્ધસ્ટ્રક્શન થયું હશે અને યોગ્ય નક્કર પુરાણ થયું નહીં હોય ત્યાં પાણી ભરાશે તો ત્યાં જમીન બેસી જશે. ઘણી જગ્યાએ વારંવાર ભૂવા પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.