અમદાવાદમાં હાલમાં સૌથી વધારે ધમધમતો એસજી રોડ ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા પણ ધરાવે છે. આ સમસ્યાને હળવી કરવા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટ્વીટ કરી 4.5 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે. આ બ્રીજ ઈસ્કોન સર્કલથી સાણંદ ચોકડી સુધી લાંબો હશે. Ahmedabad SG highway ગડકરીએ આ પ્રોજેક્ટની કિંમત રૂ. 530 કરોડ જણાવી છે. નેશનલ હાઈ વે પર આ બ્રીજ બનશે.
આ બ્રીજને લીધે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચેના ટ્રાફિકની સમસ્યા ઘણે અંશે હળવી થશે સાથે પશ્ચીમ અમદાવાદને પણ ફાયદો થશે. આ સાથે રાજસ્થાન તરફ થતા ટ્રાફિકને પણ નિયંત્રિત કરી શકાશે. આ પ્રોજેક્ટનો રૂટ અને ડિઝાઈન નક્કી થયા બાદ તેના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે તેમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. એસજી હાઈવે 44 કિલોમીટર મોટો છે અને અમદાવાદ અને ગાંધીનગરને જોડતો મુખ્ય માર્ગ છે. તે સરખેજ અને ચિલોડા વચ્ચે ડાયરેક્ટ કનેક્ટ થતો હોય, મોટા પ્રમાણમાં વાહનચાલકો તેનો ઉપયોગ કરે છે.
આ નવા બ્રીજની જાહેરાત થતા ફરી આ વિસ્તારના રિઅલ એસ્ટેટના ભાવ ઉંચકાશે.